SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમિત ઉપસ્થિત થતા અને પર્યુષણ પર્વના દિવસે માં માનવમહેરામણ એવો તે ઉમટી આવતો કે ઊભા રહેવાની જગ્યા મળવી મુશ્કેલ હતી. મહારાજશ્રીના ઉપદેશથી મહાવીર જન્મ વાચનના દિવસે શ્રીફળ ફોડવાનું બંધ રહ્યું હતું. અને સાંવત્સરિક પર્વના દિવસે તપસ્વી નરનારીઓને શુદ્ધ ખાદીની પ્રભાવના કરવામાં આવી હતી. જેનેતર સાક્ષરો, વિદ્વાને, રાજપરુષ અને અધિકારીઓ મહારાજમોને મળવા આવતા અને તેમનું વિપુલ જ્ઞાન તેમની ઉદાર દષ્ટિ તથા વિશાળ ભાવનાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા હતા. પારસી વિદ્વાન ડો. બહેરામન ખંભાતા અને પ્રસિદ્ધ દેશ ભક્ત વીર નરીમાનના હૃદય પર પડેલી અસર મુનિશ્રીની સર્વધર્મસમન્વયની ભાવના અને રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવી જાય છે. ગુરુદેવ મદ્ વિજયધર્મસૂરિજીની જયંતિના પ્રસંગે સરદાર વલભભાઈ પટેલે પધારી પ્રમુખસ્થાન સ્વીકારી જિન સમારંભને દીપાવ્યું હતું. કેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજવંદન પ્રસંગે વીર નરીમાનના આમંત્રથી મહારાજનું જોરદાર શબ્દોમાં રાષ્ટ્રભક્તિ માટે પ્રજાને હાકલ કરવી એ જન સાધુ માટેની અદ્દભૂત ઘટના છે. તેટલો જ એ જન સમાજ અને શાસન માટે જવલંત મહિમનાદ છે. લેખે અને વ્યાખ્યાનો ઉપરાંત મુંબઈની જનતામાં મહારાજશ્રીના લખેલ સૂત્ર અને પુસ્તકને પણ સારો એ પ્રચાર થયો હતો. મહારાજીના જનસમાજને ઉપયોગી ઉદાર વિચાર માલેખનોએ મુંબઈની પ્રજામાં પ્રેરણા રેલાવી ખરેખર જનધર્મની પ્રતિષ્ઠા વધારી હતી. ચર્ચાસ્પદ પ્રશ્નો પર તેમના ખુલ્લા વિચારો અને નિર્ભય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy