________________
૮૩
શ્રદ્ધામાં જોડાય છે ત્યારે તેમાં પરમાર્થનું નવું જીવન દાખલ થાય છે, અને તે મહાન કામો કરવા માટે સાહસિક થવાને આપણને ઉત્સાહવાન કરે છે.
આટલાં વિવેચન પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે ધર્મના અભિલાષીએ પહેલાં નીતિવાન થવાની મુખ્ય જરૂર છે. કેમકે નીતિથી ભ્રષ્ટ થયા તે ધર્મથી ભ્રષ્ટ થયાજ જાણવા.
આ કારણથી નીતિ અને ધર્મ એ બે એવા જોડાઈ રહ્યાં છે કે તેમને જુદા પાડી સમજાવવા મુશ્કેલ થઈ પડે છે. શાસ્ત્રમાં પણ નીતિ અને ધર્મની વાતે ઘણખરી વાર એક સાથે દેખાય છે. તેને જુદા ઓળખવાને કે નિયમ એ છે કે સામાન્ય રીતે સદગુણે પાળવા એ નીતિ છે અને અમુક ધર્મની શ્રદ્ધા રાખી તેજ નિયમોને ઉંચી હદે પાળવા સાથે તે તે ધર્મના આચાર વિચાર સ્વીકારવા એ ધર્મ છે.
પરીક્ષા પાઠ કપ, ધર્મની ક્રિયા શા માટે રચાઇ છે? નીતિ વિરૂદ્ધ ધર્મને શું ગણવામાં આવે છે? ધર્મ વિરૂદ્ધ નીતિને કેવી ગણે છે? નીતિએ દોરેલી લાઇનને ધર્મ કયાં સુધી લઇ જાય છે? નીતિ બિખું તૈયાર કરે છે, તેમાં જીવન કે મૂકે છે? કર્મના અભિલાષીને પહેલી જરૂર શી છે? નીતિ અને ધર્મને જુદા ઓળખવાને કે નિયમ છે છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org