________________
૮૧
કેમ સાધી શકાય એ ધારણપર છે, તેથી તેમાં યોગ્ય સ્વાર્થ સંરક્ષણ વધારે રહેલ છે.
હવે ધર્મ વિષે વિચાર કરીએ તો ધર્મને પાયે શ્રદ્ધાપર ચણાયેલ છે, જે આ લોકનાં સુખ કરતાં પરલોકનાં સુખને વધુ વજન આપે છે, તેથી તેના નિયમ મધમાગી નહિ પણ ઉત્કૃષ્ટમાગી છે, જ્યારે નીતિ કહે છે કે અતિક્રોધ ન કરે ત્યારે ધર્મ બોધે છે કે મુદલ ક્રોધ ન કર, - એથીજ ધમ પરલોકનાં કલ્યાણ અથે સાહસિક થઈને સંસારનાં સુખ છોડી સાધુ થઈ કેવળ પરમાર્થ સાધવાને બોધ કરે છે, ધર્મમાં વિરકત થવાનો ખાસ ઉપદેશ આપે છે તે એજ ઉદેશથી છે, ધર્મનું અવલોકન અદ્રષ્ટ શ્રદ્ધાગમ્ય બાબતે સુધી પહોંચે છે. અને સ્વાર્થના ભેગે પણ પરમાર્થ સાધવાને પ્રેરે છે,
એકંદરે ધર્મ નીતિ કરતાં બહુ આગળ વધે છે. કેમકે તે કેવળ પરમાર્થ પરિપૂર્ણ છે, તેમાં સ્વાર્થની લાગણી મુદ્દલ નથી એમ કહીએ તો ચાલે, ટુંકામાં કહીએ તે નીતિમાં દર્શાવેલા સગુણે ધર્મમાં પરિપૂર્ણ રીતે પ્રકાશમાન થાય છે, કેમકે ત્યાં તેઓ તેમની ઉંચી હદે પહોંચે છે,
અનીતિ બાયલાની છે, નીતિ માણસની છે, અને ધર્મ શૂરવીરને છે, અનીતિ છેડી નીતિએ ચાલનાર, લોકની નીતિ છોડી મહાપુરૂષની નીતિ એટલે ધમેં પણ છેવટે પહોંચી શકે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org