________________
૭૮ જુઓ અત્યારે જ આપણું શાંત મને શી સાક્ષી આપે છે, તે તપાશે.
મનની હાલત બે છે એક શાંત મન અને બીજું અશાંત મન. ઉચ્ચ વૃત્તિવાળું મન અને નીચ ઉચ્ચ વૃતિવાળું મન. આપણને નીતિ એજ ઉન્નતિનો હેતુ છે, એમ ખાત્રી કરી આપી નીતિ તરફ શાંત આપણને દેરે છે; અને તેવી સમજ હોવા છતાં નીચ વૃત્તિવાળું મન આપણને અનીતિ તરફ લલચાવીને દોરે છે. માટે આપણા શાંત અને ઉચ્ચ મનની આવી સ્વાભાવિક સમાજને અનુસરતાં નીતિ એજ આપણું ઉન્નતિને હેતુ છે એમ દરેક જણને ખાત્રી થશે.
આવી ખાત્રી થયા પછી તરત આપણે નીતિ પાળવા માટે દઢ સંકલ્પ કરવો જોઈએ કે પ્રાણ જાય તે પણ આપણે નીતિ માર્ગથી ડગવું નહિ.
આ દઢ નિશ્ચય કરવામાં આવે તે પછી સહેલાઈથી નીતિમાર્ગે ચાલી શકાય છે.
પરીક્ષા પાઠ કર, નીતિ પાળવાનો ઉપાય શો છે! દઢ નિયમ એટલે શું? ઉચ્ચ વૃત્તિવાળું મન આપણને કઈ બાજુ દોરે છે? મનની બે હાલતે કઈ છે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org