________________
પપ છે. એ જ પ્રમાણે શ્રી અરિહંત ભગવાનનાં વચનને અનુસરી શુધ્ધ ચારિત્ર પાળી, જે સદગુરુ આપણા હિતને માટે બોધ આપે છે, તેમનાં વચનોમાં પણ શ્રદ્ધા રાખવી તે પણ દર્શન છે. દર્શનનું બીજું નામ સમ્યકત્વ છે. સમ્યકત્વ શબ્દનો અર્થ ખરાપણું એવો થાય છે. - દર્શન સંબંધી આચાર આઠ પ્રકારે પાળી શકાય છે.
જેઓને કઈ પાર નથી રાગ કે નથી ષ હેતે તેજ સર્વ જીવે પર અને સર્વ વસ્તુ પર સમાનદ્રષ્ટિવાળા હોય છે; આવા સમાનદષ્ટિવાળા શ્રી વીતરાગ પ્રભુ છે અને તેઓનાં વચને સત્ય છે, એમ દઢપણે માનવું, અને તેમાં કાંઈ શંકા ન આવવા દેવી, એ નિઃશંકા નામનો પ્રથમ દર્શનાચાર છે.
આપણે પરમ કલ્યાણને માર્ગ તે જે શ્રી વીતરાગ દેવે દેખાડયે છે તેજ છે, એવું બરોબર માનવું અને બીજા ધર્મની વાંછા ન કરવી તે નિ:કાંક્ષા નામને બીજે દશના. ચાર છે.
જેઓ શરીરાદિ ઉપરની મૂચ્છા ઉતારી શ્રી વીતરાગ પ્રભુના માર્ગે ચાલનારા સાધુ સાધ્વી છે, તેમનાં વસ્ત્રાદિ દેખી દુર્ગછા ન કરવી એ નિવી તિગિચ્છા નામનો ત્રીજો દર્શનાત ચાર છે.
શ્રી સદગુરૂનાં વચન પ્રમાણે વર્તવું અને બીજાના ચમ. કારથી ભેળાઈ ન જવું એ અમૂદષ્ટિ નામને ચોથે દશનાચાર છે.
સમ્યકત્વવંત કોઈ પણ સુજનના ગુણની અનુમોદનાપૂર્વક પ્રશંસા કરવી એ ઉપવૃંહણા નામને પાંચમો દશનાચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org