________________
૫૦
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ જૈનમાં રત્નત્રયરૂપે મનાચેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રનાજ નામાંતર છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રત્નસમાન છે, તેથી તેમને રત્નત્રયી તરીકે ઓળખવામાં આવે છે,
જ્ઞાન અને દશન એ સમ્યકત્વ ધર્મ છે. ચરિત્ર એ ચારિત્રધર્મ છે. સમ્યકત્વ ધર્મનું ચાલુ નામ શ્રુત ધર્મ છે શ્રત ધર્મમાં શ્રત એટલે શાસ્ત્ર સાંભળવું તેની મુખ્યતા છે, ચારિત્ર ધર્મમાં વિરતિની મુખ્યતા છે. વિરતિ એટલે ત્યાગ.
ધર્મના બે ભાગ હોવાથી તેને પાળનારના પણ બે વિભાગ છે.—વિરતિ અને અવિરતી-એટલે ત્યાગી અને ભેગી. સમ્યકદ્રષ્ટિ થાય ત્યાંસુધી અવિરતિ ગણાય છે, સમ્યકદ્રષ્ટિને માત્ર ધર્મની શ્રધ્ધા હોય છે–પણ કંઈ ત્યાગ બુદ્ધિ નથી હોતી, તેથી તે અવિરત ગણાય છે, વિરત-એટલે ત્યાગી તેના બે પ્રકાર છે. દેશવિરતિ અથવા દેશ ત્યાગી, અને સર્વવિરતિ અથવા સર્વ ત્યાગી દેશવિરત તે નાનાંવ્રત લેનાર શ્રાવક, અને સર્વ વિરત તે મેટાં વ્રત લેનાર સાધુ. દેશવિરતના ચારિત્રને દેશવિરતિ કહે છે અને સર્વ વિરતના ચારિત્રને સર્વવિરતિ કહે છે.
પરીક્ષા પાઠ ૨૮ ધર્મ એટલે શું ? ધર્મના કેટલા પ્રકાર છે ?
બીજું નામ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org