________________
ઉદરી(ઓછું ખાવું તે.) વૃત્તિસંક્ષેપ ( અમુક ચીજો ખાવી તે.) રસત્યાગ--(દૂધ, ઘી, કે ગોળ વગેરે નહિ ખાવા તે.) કાયકલેશ—( શરીરને તપાવી તસ્દી આપવી તે.) સલીનતા–(એક ઠેકાણે રક્ષાને માટે સંકોચાઈ બેસી
રહેવું તે.) આ બાર પ્રકારનાં તપથી, બાંધેલાં કમ તૂટે છે. છતાં તેમાં પણ જ્ઞાનપૂર્વક તપ કરવાથી વધુ કર્મ આપે છે. જે માટે કહેવામાં આવે છે કે--
जं अन्नाणि कम्म-खवेई बहुयारि वासहि कोडिहिं तं नाणी तिहिं गुत्तो-खवेई ऊसास मित्तेणं
અર્થ:–અજ્ઞાની જન કેડે વર્ષ તપ કરી જે કર્મ ખ. પાવે છે, તે કર્મને જ્ઞાની જન, મન, વચન, કાયને વશ રાખી એક શ્વાસ લેવાની સાથે ખપાવે છે. માટે કર્મની નિર્જરા કરવા સારૂ પશ્ચાતાપ, વિનય, સ્વાધ્યાય, જ્ઞાન અને ધ્યાન, કાયા ન્સગ એ નામના અત્યંતર તપ ઉત્તમ સાધન છે, અને અત્યં. તર તપ પૂર્વક બાહ્ય તપ હોય તો તેથી બહુ જ ઉતાવળે કમક્ષય થાય છે.
એટલા માટેજ સાધુનું નામ ક્ષમાશ્રવણ એટલે કે ક્ષમા પૂર્વક તપ કરનાર એવું પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org