________________
પુદગલ કહે છે, પુગલનું લક્ષણ આ રીતે છે –જેમાં વર્ણગંધ-રસ-રૂશ અને શબ્દ એ પાંચ ગુણ હોય, તેમજ જે અંધકાર કે પડછાયે આપે અથવા અજવાળું, તડકે, કે કાંતિ આપે તે પુદગલ. પુદગલ શબ્દને અર્થ જે વારંવાર પૂરાય અને ગળી જાય એવો થાય છે.
પુદગલના નાનામાં નાના ભાગને પરમાણું કહે છે, અને તેના મોટા જથ્થાને સ્કંધર કહે છે. કર્મના પરમાણુઓ એક જાતના સૂક્ષ્મ પુદગલ જ છે. જેમ જગતમાં અનંત જી રહેલા છે, તેમ જગમાં અનંત પુગલ પરમાણુ તથા સ્કંધ રહેલ છે.
અરૂપી અજીવ પદાથે ચાર પ્રકારના છે -ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આકાશ અને કાળ એ બે વસ્તુ સમજવામાં સહેલી છે. માટે તેની વાત અહીં પહેલી સમજાવીશું. અને અધર્મની વાત પછી સમજાવીશું.
પરીક્ષા પાઠ ૧૫, જગત કેવું છે? તેને કોઈ ર્તા છે કે નહિં? તેમાં કઈ મુખ્ય વસ્તુ છે ? અજીવ એટલે ? અજીવન વિભાગ કહો ? રૂપી પદાર્થને શું કહે છે? Aton, ૨ Molecule.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org