________________
સાધારણ વનસ્પતિને બીજું શું નામ અપાયેલું છે ? બાદર નિગોદમાં કેટલા જીવ હોય છે? એનેજ ત્રીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અનંતકાયનું સામાન્ય લક્ષણ શું તેની ગાથા બોલે? એને અર્થ શો ?
પાઠ પ. પ્રત્યેક વનસ્પતિ.
પાંચ સુમ સ્થાવર અને પાંચ બાદર સ્થાવર મળી દશ પ્રકાર થયા. હવે પ્રત્યેક વનસ્પતિ નામે અગીઆરમ પ્રકાર ગણાય છે. પ્રત્યેક વનસ્પતિનું સુક્ષ્મ રૂપ તે હેઈ શકે જ નહિ કેમકે દરેક શરીરમાં છુટે છુટે એક જીવ હેય. ત્યારે પ્રત્યેક કહેવાય છે.
પ્રત્યેક વનસ્પતિમાં, એક આખા ઝાડમાં પસરાયેલો મુખ્ય જીવ હોય છે, તથા બીજા સાત સ્થળે પેટાના જીવ હોય છે તે આ પ્રમાણે છે:
__ फलफुलछल्लिकठा-मुलगपत्ताणि बीयाणि
ફળ, ફૂલ, છાલ કાષ્ટ, મૂળ, પત્ર અને બીજ એમ સાતે સ્થળે જુદા જુદા છુટા છવ હોય છે.
દરેક પ્રત્યેક વનસ્પતિ ઉગતી વેળાએ અંકુર અવસ્થામાં અનંતકાય હોય છે. તેમજ તેમના જે કિશલય એટલે કાચી ટીશીઓ કે ફણગા આવે છે તે પણ અનંતકાય હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org