________________
5
>
<
>
5થયું. તેમાં જણે તોફાની વાયુએ નંદન વનમાંથી એક કલ્પવૃક્ષને ઉખેડી આણીને પોતાના
ખોળામાં નાખી ગયો. સ્વમ મુકત થયા પછી કુંતિએ પોતાના સ્વામીને તે સર્વ હકીક્ત કહી સંભળાવી. પાડુંએ રૂખની વાત વિચારીને કુંતિને કહ્યું કે, પવનના જેવો મોટો પરાક્રમી, બળવાનોનો શિરોમણિ,તથા જગતને સુખ દેનાર એક પુત્ર તારા ઊદર વિષે ઉત્પન્ન થશે. એવાં પતિનાં વચન સાંભળી કુંતિ અતિ પ્રસન્ન થઈ; અને હર્ષ રોમાંચ ઊભાં થઈ આવ્યાં. કહ્યું છે કે, પુત્ર છે જન્મ થવાનું સાંભળીને કોને આનંદને કોલ ઉત્પન્ન ન થાય! તે ધારણ કરેલા ગર્ભના પ્રભાવથી કુંતિને એવું થવા લાગ્યું કે જાણે પર્વતને થડથી ઉખેડી નાખું, કે દળી નાખું, એવી રીતે તે ગર્ભના પ્રભાવથી કુંતિના શરીરમાં એવો તે પરાક્રમ આવ્યો કે, હીરાને પાકેલા કપૂરના કણની પ મળી નાખવા લાગી. ગર્ભના આવિર્ભાવથી કુંતિ મદ રહિત ઉન્માદ કરિ આનંદને પામીને દિવસ વ્યતિ ક્રમવા લાગી.
ગાંધારીનો ગર્ભ એવો દુષ્ટ હતો કે, તે વીસ મહિના સુધી પ્રસવ થશે નહીં. તેના યોગે તેનું પેટ વધીને ગોળા જેવું મોટું થઈ રહ્યું. પછી ગાંધારી ઘણે લેશ પામીને વિચાર કરવા લાગી
કે, મેં પૂર્વ જન્મને વિષે મહાપાપ કર્યું છે કે જેના ઉદયથી હું આ લોકમાં નરકના દુઃખને 1 આ અનુભવ કરું છું. એક તો મારા પહેલાં કુંતિને પુત્ર થયો એ મોટું દુઃખ, વળી ઘણુ કાલ સુધી )
પ્રસવ ન થતાં એમને એમ રહે છે તેટલામાં તો કુતિને બીજે ગર્ભ રહ્યો; ને તેના પ્રસવના દિવસ નજીક આવ્યા; તે પણ હજી મારે છુટકો થતો નથી; માટે હું મોટી અભાગણી છું. ઈત્યાદિક ચિંતા કરી તથા ઘણું દુઃખી થઈને પોતાનું પેટ ફૂટવા લાગી; તેથી અધુર ગર્ભજ પડી ગયો. તેને ગાંધારી જુવે છે તે માંસના ગેળા જેવો એક પિંડ પડેલો દીવામાં આવ્યું. ત્યારે આંખમાં આંસુ લાવીને પશ્ચાત્તાપ કરવા લાગી. ને બોલી કે, હું કેવી કહીણી છું કે મારે મને રથ પૂર્ણ થતું નથી. હું નિર્દય દેવ, મેં તે તારું કેવું વેર કર્યું હતું કે તું મનેજ દુઃખ દિયે છે. હવે આ માંસના ગોળાને લઈને હું શું કરું. એમ કહીને તે ગર્ભને ઉપાડીને ફેંકી દેવાને વિચાર કરે છે એટલામાં તે વાત વૃદ્ધ દાસીઓને જાણ થતાં જ તેઓ સમઝાવવા લાગી.
દાસી—એમ કરવું તમને યોગ્ય નથી. આ રત્નતુલ્ય ગર્ભ એના કર્મને લીધે તારા ઉદરથી તક અધુરે દિવસે પડી ગયો તે જેમ પવનના યોગથી વૃક્ષ ઉપરથી કાચું ફળ તુટી પડે છે તેમ જણવું. તે
એમાં બીજા કોઈને વાંક નથી સર્વ પાણી તથા લાભ પોતાના કર્મ વડે થાય છે. હવે એને નાખી . દેવો યોગ્ય નથી. અને એવી બુદ્ધિ કોણ જાણે તમને શા સારુ થઈ છે!
ગાંધારી- હે દાસીઓ, હું રાજની પત્નિ થઈ નહી તેથી ઘણું દુઃખને પામી પણ પાછું તો છે) મન વાળી લીધું કે મને પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થયાથી તે રાજ્ય યોગ્ય હોવાથી હું પૃથવી પતિની છે
> <
e)
ક
એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org