SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ યમદૂત રૂપ થઈ તેના દંતુાળા પકડી મુન્નીના પ્રહારેજ તેના પ્રાણોનું હરણ કર્યું. તેમજ બળદેવ પણ ચંપક નામના હાથીનું સિંહની પ૪ કુંભસ્થળ વિારણ કરી તેના પ્રાણ હરી લીધા. એવી રીતે બન્ને હસ્તીઓને યમપુરીને વિષે વિદ્યાય કરીને જેમાં સુંદર રેતી પાથરેલી છે, અનેક પ્રકારનાં પુષ્પા જ્યાં ત્યાં પડી રહેલાં છે, તથા જેમાં દૃાઓ ઊભી કરેલી છે, એવા સભા મંડપમાં તેઓ પોતાના સખાઓ સહિત પ્રવેશ કરવા લાગ્યા. તે સમયે લોકો પોતાનાં સમગ્ર કામ પડતા મૅલીને હર્ષથી જોતા જોતા કહેવા લાગ્યા કે, આ કૃષ્ણેજ કેશીને મારચો છે, અણુન્ન અરિષ્ટનું દમન કરહ્યું છે, નાગનું ક્રમન પણ એણેજ કરવું છે, અને હમણાજ અણુ આપણી નજરની સાંખે હસ્તિને મારી નાખ્યો. એજ નંદનો પુત્ર છે અને એજ ગોપોનું ભૂષણ છે. એવી રીતે લોકો પરસ્પર ભાષણ કરતા હતા તે સાંભળીને બન્ને મહા આનંદવાન થવા લાગ્યા. પછી સભા મંડપમાં પ્રવેશ કરી એક સુંદર સિંહાસન ઉપર કૃષ્ણ જઈ બેઠો; તેની પાશે બળરામ પણ બેઠો. તે કૃષ્ણને કહેવા લાગ્યો. બળદેવ—હે ભાઈ, જેને રત્નજડિત મુગટ પહેરચો છે, જેના હાથમાં સુવર્ણનાં કડાં છે, હૃદયની ઉપર મોતીઓના હાર લટકે છે, જેનાં કાનોમાં દિવ્ય કુંડલો જલકી રહ્યાં છે, અને જે અમુલ્ય સિંહાસન ઉપર બેઠેલો છે, એજ કંસ નામનો તારો શત્રુ છે; એણેજ તારા છ ભાઈઑને મારા છે; આ સિંહાસન ઉપર બિરાજેલા સમુદ્રવિજય તારા પિતાના વડા ભાઈ છે; પણ તારા પિતા વસુદેવ ખેડેલા છે, અને તેની પાશે મહા શૂર એવા અક્રૂર વગેરે ખીજ ખાંધવો એકલા છે ઈત્યાદ્રિક સર્વેની ઓળખ પાડી, હવે આ સમયે અરિ વર્ગ તથા બંધુ વર્ગના મિલા૧૫માં સર્વે યથા યોગ્ય રીતે મળવું જોયેછે; કંસને તો આ લોક મૂકાવીને પરલોકને વિષે વિદ્યાય કરવો જોયેછે; અને આપણા વડીલોને પોતાના પરાક્રમવડે વિસ્મિત કરીને આનંદ્રિત કરવા જોયેછે. જેના એવાં બળદેવનાં વચનો સાંભળીને કંસને ક્રૂર દૃષ્ટિથી તથા સંબંધીઓને સ્નેહ દૃષ્ટિથી કૃષ્ણ નિરખવા લાગ્યો. ત્યારે સમુદ્રવિજય સ્નેહથી કૃષ્ણને જોઈ ન્હર્ષને પામીને વસુદેવ પ્રત્યે ખોલ્યો. સમુદ્રવિજય—હૈ ભાઈ, મને આજેજ સર્વ દેવતાઓ પ્રસન્ન થયા કે, આ ત્રૈલોકચનું ભૂષણ તારો પુત્ર મેં મારી નજરે જોયો! આટલા દિવસ મારાં નેત્રો અધન્ય હતાં, તેને આજે ધન્ય માનુંછું, કેમ કે, આટલા દિવસ સુધી આવો સુંદર, રમણીય તથા મહા પરાક્રમી પુત્ર જોયો નહોતો તે આજે જોયો. (પછી કૃષ્ણને જોઇને કંસ પોતાના પ્રધાન પ્રત્યે બોલ્યો.) કંસહે મંત્રી, આ કૃષ્ણનો મારા જેવો શત્રુ છતાં અથવા મારો આ કૃષ્ણ વૈરી છતાં તેનું વસુદેવે કેમ રક્ષણ કર્યું! એ મોટી આશ્ચર્યની વાત છે. પણ તેથી શું થયું! જ્યાં સુધી આ મારા ચાણ્ર તથા મુષ્ટિક ખે મહ્યો છવતા છે, ત્યાં સુધી મને કોણ ગાંજી શકવાનો છે! વસુદેવે એનું રક્ષણ કરશું તો શું થયું! આપણા હાથમાંથી હવે એ જીવતો જવાનો છેકે! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy