________________
૫૦૦
થએલી રાજ્યસંપત્તિએ શોભનારો મેવો ધર્મરાજા, તેને પાંડુરાજાએ અને શ્રીકૃષ્ણે રાજ્યસિંહાસનને વિષે સ્થાપન કરચો. તે સમયે મંગળવાજિંત્રોનો શાબ્દ, ભેટનેવિષે સમર્પણ કરેલા હસ્તિઓની ગર્જનાઍ મિશ્રિત કરો. તે સમયે અશ્વોના સમુદાયે કરી પૂર્ણ એવા તે ધર્મરાજાના આંગણામાં, ભેટનેવિષે પ્રાપ્ત થએલા અશ્વો, કેસરાદિકના લેપને કરી, અને રત્નોના આ ભૂષણોએ કરી શણગારચા. તે સમયે રાજાઓમાં શિરોભૂષણ એવો ધર્મરાજ, પૂર્વે શ્રીકૃષ્ણને સમુદ્રના અધિષ્ઠાયક ધ્રુવે આપેલો, અને રત્નોએડિત, એવો શ્રીકૃષ્ણે સમર્પણ કરેલો જે મુકુટ-તેને પોતાના મસ્તકનેવિષે ધારણ કરતો હવો. ત્યાર પછી પ્રાપ્ત થએલા સંપૂર્ણ રાજાઓની ભેટનું ધર્મરાજાને સમર્પણ થયું છતાં, ત્યાર પછી અતિ પ્રીતિએ યુકત એવા પુરવાસી લોકો ધર્મરાજાને માટે મંગળકૃત્યનો વિસ્તાર કરતા હવા. તે સમયે સિંહાસન ઉપર બેઠેલા એવા ધર્મરાજાના અગ્રભાગનેવિષે હસ્તિનાપુરમાં વાસ કરનારી વારાંગનાઓનો સમુદાય, તે વલી પોતાની સાથે રહેનારા સમુદાયેકરી આવી આવીને ગીત, નૃત અને વાદ્ય-એવા ત્રણ સાધનો એ યુક્ત જે ગાયનકળા-તેને કરતો હવો. તે સમયે અજાત રિપુ એવો ધર્મરાજા રાજા થયો છતાં અત્યંત આનંદની વૃદ્ધિને પામેલા પ્રજા લોકો, દેવો તુલ્ય અત્યંત વાદ્યોના એકદમ સાથે થનારા નાદે કરી તે હસ્તિનાપુરનેવિષે જાગરણ કરતા હવા. અર્થાત્ કોઇપણ મહોટા આનંદે યુક્ત થએલા દેવો, પોતાના નગરપ્રત્યે અહોરાત્ર વાઘોની ગર્જનાએ કરી જાગરણ કરેછે તેમ હસ્તિનાપુરના પ્રજાલોક જાગરણ કરતા હવા. તે સમયે શ્રીકૃષ્ણ,ધર્મરાજાનેવિષે અત્યંત સ્નેહ કરનારા એવા નાગરિક લોકોને અવલોકન કરી, તેવા પુત્રને પ્રસવનારી, જે કુંતી-તેની પ્રશંસાને કરતા હવા. ત્યાર પછી ધર્મરાજા, કુંતી માતા અને પિતા પાંડુરાજા–એ બંનેની જેવી ભક્તિ કરતો હવો; તેવીજ નિરંતર ગાંધારી અને ધૃતરાષ્ટ્ર-એ બંનેની ભક્તિને કરતો હવો. અને અત્યંત દયાળુ એવો તે ધર્મરાજા, બંધુ સહવર્તમાન, પોતાને “પંચમૂર્તિકછે” એવું જોતો છતાં અહુચક્રી જે શ્રીકૃષ્ણ, તેમની સમક્ષ પોતાના ચારે બંધુઓને સર્વે અધિકાર કરનારા એવા કરતો હતો. અર્થાત્ તે ધર્મરાજા, ભીમસેનાકિ બંધુઓને રાજ્યના અધિકારને દેતો હવો.
બીજે દિવસે દ્વારકાંપ્રત્યે ગમન કરવામાટે શ્રીકૃષ્ણ, ધર્મરાજાપ્રત્યે “હું દ્વારકાંપ્રત્યે ગમન કરવાની ઈચ્છા કરૂંછું, એ માટે મને આજ્ઞા દેવી જોઈએ” એવું ભાષણ કરવા લાગ્યા છતાં સભાને વિષે તે શ્રીકૃષ્ણપ્રત્યે અંજળી જોડીને પાંડુપુત્ર ધર્મરાજા એવી પ્રાર્થના કરવા લાગ્યો.
ધર્મરાજા—હે દામોદર, જે કારણમાટે અમોને આ હસ્તિનાપુરસંબંધી સંપિત્ત ક્રી પ્રાપ્ત થઈ તે કારણમાટે આ રાજ્ય તમારાજ સામર્થ્યકરી વિસ્તાર પામેલું છે. હે દેવ, પૂર્વે વિરાટ નગરનેવિષે ગુપ્તવાસે કરી અત્યંત ટ્વીન એવા અમોને આદકરી તમે દ્વારકાપ્રત્યે લઈ જઈ અમારો સત્કાર કરો, તે હું નિરંતર સંભારૂંછું; અને જેઓનું પરાક્રમ મહા પ્રચંડ છે એવા સૂર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org