________________
રા
એવો હોતો થકો પોતાના સૈન્ય સહવર્તમાન સન્નપલ્લી ગામની પાસેની સરસ્વતી નદીપ્રત્યે આશ્રય કરતો હવા; પરંતુ તે જરાસંધના દૈવનું વિપરીતપણુ છે એવું અમને લાગેછે. કારણ, સાંપ્રતકાળે તે જરાસંધ, સત્કાર કરવા માટે યોગ્ય એવા પણ પુરૂષોપ્રત્યે રાત્રુક્ષુદ્ધિ ધારણ કરી તે પુરૂષોનું અપમાન કરેછે. વળી તે તમારો શત્રુ જે જરાસંધ-તેને સાંપ્રતકાળે ભાગ્યના વિપરીતપણાએ કરી જે હિત હોય તે અહિત લાગે છે, અને મિત્ર હોય તે શત્રુ જેવા ભાસે છે. એ માટે તમે સનપલ્લી ગામપ્રત્યે ગમન કરી હસ્તનેવિષે ધનુષ્ય ધારણ કરો, અને મગધદેશનો અધિપતિ જે જરાસંધ, તે મરણ પામેલો પોતાનો જમાઈ જે કંસ–તેના સમીપભાગે ગમન કરો.
એવું તે દૂતોનું ભાષણ શ્રવણ કરી જેનું મુખ કુંદપુષ્પ સરખું પ્રફુલ્લિત છે, એવા શ્રીકૃષ્ણ પણ પ્રસ્થાન સમયે જેમનું મંગળકૃત્ય દેવકીએ કરડ્યું છે, એવા હોતા થકા યુદ્દ કરવામાટે પ્રસ્થાન કરતા હવા. તે સમયે “સાંપ્રત શ્રીકૃષ્ણનો વૈરી જે જરાસંધ–તેની સાથે આપણે યુદ્દ કરશું” એવો જેનો આનંદ પ્રસાર પામ્યોછે, એવા પાંડવો પણ યુદ્દ કરવામાટે નીકળતા હવા. અને કૌરવોનું પાંડવોની સાથે થએલું જે યુહુ-તેનેવિષે પોતાના ઉદાસીનપણાને લીધે જેઓનું યુદ્ધ કૌતુક સંપૂણૅ થયું નથી એવા શ્રીકૃષ્ણના પુત્રો, મહાઉત્સુકપણાએ કરી તે સૈન્યની આગળ થતા હવા. ત્યારપછી યુદ્ઘસંબંધી જે મહાનંદ-તેનેવિષે ઉત્કંઠિત એવી જે શ્રીકૃષ્ણની સેના, તે સન્નપક્ષી ગામની આસપાસના વનને વિષે પ્રાપ્ત થતી હવી. તે સમયે શ્રીકૃષ્ણ, “જરાસંધે ચક્રવ્યૂહ રચ્યો છે” એવું વર્તમાન સાંભળીને પોતાની સેનાના અભેદ્ય એવા ગરૂડવ્યૂહને રચાવતા હવા. તે સમયે પૂર્વે વૈતાઢચપર્યંતનેવિષે સંચાર કરનારા વસુદેવે સહસ્રાવધિ ઉપકારોએ કરી જે ખેંચો મિત્રપણાને પમાડચા હતા; અર્થાત્, જે ખેચરોને સહસ્રાવધિ ઉપકારાઓએ કરી પોતાના મિત્રો કરચા હતા; અને યુદ્ધ કરવા માટે જેઓના બાહુઓ મહા બળાત્ચ છે એવા તે ખેચરો, શ્રીકૃાર્દિકનું સહાય કરવા માટે સમુદ્રવિજયરાજાપ્રત્યે પ્રાપ્ત થતા હવા. તે ખેચરો સમુદ્રવિજયરાજાને વંદન કરી તેમની આજ્ઞાએ સભામધ્યે આનંદે બેસીને ત્યાં શ્રીકૃષ્ણની પ્રાર્ચના કરવા લાગ્યા.
ખેચરો—હે દેવ, કેટલાએક વિદ્યાધરો, તમારો શત્રુ જે જરાસંધ-તેના પક્ષપાતીઓછે. સાંપ્રતકાળે પ્રતિશત્રુરહિત ઍટલે ભુજામળે કરી જેઓનો કોઈ શત્રુ નથી એવા તે વિદ્યાધરો પોતાના સ્થાનથી સંપૂર્ણ સેનાએયુક્ત હોતા થકા જરાસંધની સહાયતા કરવા માટે પ્રસ્થાન કરી નીકળ્યાછે. હસ્તિઓના સમુદાયે કરી ભયંકર એવા તે વિદ્યાધરો જો એ જરાસંધને જઈ મળશે, તો પછી વિદ્યાધોએયુક્ત થએલો તે જરાસંધ, પ્રાપ્ત થએલા મેધે કરી અંધકારનો સમુદાય જેમ દુય હોયછે તેમ દુય થશે. એ માટે હે દેવ, ઉદ્દત એવા તે વિદ્યાધરોપ્રત્યે વસુદેવને મોકલો. કારણ, શત્રુના પક્ષનો ઉચ્છેદ કરવો એ નીતિની કેવળ ઉપનિષત છે.
Jain Educationa International
૧૨૧
For Personal and Private Use Only
૪૮૧
www.jainlibrary.cfgg