SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ કો કરતાં હવાં. ત્યારપછી શસ્ત્રના સમુદાયે કરી ભયંકર એવા દોણાચાર્યચર, પાંડવોની સેના પ્રત્યે જેમ ભયંકર એવો જે દાવાનળ-તે અરણ્યસંબંધી વૃક્ષોની પંકિતઓને દાહ કરવા માટે પ્રવેશ કરે છે, તેમ પ્રવેશ કરતા હવા. તે સમયે તે દ્રોણાચાર્યગુરૂના અનુલક્ષે કરીને સુપ્રતીક નામના . હાથી ઉપર બેસનારે રાજા ભગદત્ત, સૂર્યની પાછળ જેમ પ્રકાશ ગમન કરે છે તેમ સૈન્યરૂપ સમુદવિષે પ્રવેશ કરતો હો. તે સમયે સેનાના મધ્યભાગને વિષે આસપાસ સંચાર કરનારાં બા ણોને છોડનારા દોણાચાર્યગુરૂ, મધ્યાન્તકાળનેવિષે આકાશની મથે રહી આસપાસ પ્રસરનારાં શું કિરણોને છોડનાર સૂર્ય સરખા પ્રકાશ પામતા હવા. તે સમયે પગે ચાલીને જનાર તે ભગ- 1) દત્તનાં મદોન્મત્ત હાથીએ બળાત્કારે આક્રમણ કરેલી પાંડવોની સેના, નવી પરણેલી સ્ત્રી પ્રથમ સંગસમયે જેમ વ્યાકુળપણાને પામે છે તેમ વ્યાકુળ થઈ. તે સમયે તે ભગદત્તને સુપ્રતીક નામને ગજ કેટલાએક સન્મુખ ભાગે રહેનારા વીરોને પોતાની સૂંઢે કરી આકાશને વિષે ફેંકતો હવા; તે જાણે આકાશમાં રહેનારી અપ્સરાઓને જીવતા પતિઓ સમર્પણ કરવા માટે જ છેયના! એવું ભાસવા લાગ્યું. ત્યારપછી ઘણાક યોદ્ધાઓને સમુદાયે કરી વ્યાપ્ત થઈ ગએલી એવી તે યુદ્ધભૂમિનેવિષે, તે સુપ્રતીક નામનો હાથી સંચાર કરવા લાગ્યો છતાં તેના પગની નીચે વટાઈ જનારાં હાડકાનો કડકાર શબ્દ, તે હાથીના ગળાને વિષે બંધન કરવા માટે ઘાલેલી શંખલાની દોરીના નાદને નહીં સરખો કરતો હવે તે સમયે સંચાર કરનારા ગરૂડની પાંખોના વાયુઓ કરી ઉખડી પડનારા વૃક્ષોની જેએને ઉપમા છે એવા, તે સુપ્રતીકની ગર્જનાઓ કરી આસપાસ ની લેડનારા જે અશ્વો-તે દોડતાં દોડતાં પૃથ્વી ઉપર પડવા લાગ્યા. તે સુપ્રતીક હાથી મહા વગે કરી ચાલવા લાગ્યો છતાં તેનાથી ઉત્પન્ન થએલા વાયુએ રથના સમુદાય ઉપરથી ભયે કરીને જ જાણે પલાયન કરનારું હોયના! એવાં ઊડી ગએલી ધ્વજાઓનાં વસ્ત્ર, આકાશનેવિષે સંચાર કરવા લાગ્યાં. તે સમયે ગંભીરશબ્દ કરી મેઘ જે શોભે છે, તેવા ગંભીર શબ્દકરી સુપ્રતીક USી હાથી શોભવા લાગે છતાં કેટલાએક હાથીઓના ગંડસ્થળથી ઉત્પન્ન થએલા જે મદના ઝરાએ જ તે શોષણ થવા લાગ્યા; તે મોટું આશ્ચર્ય થયું. તેમજ તે સુપ્રતીક હાથીએ પ્રહાર કરેલા કેટની લાએક હાથીઓ ચિતકાર શબ્દો કરવા લાગ્યા, તેમજ તે સુપ્રતીકના ભયે કરીને અંકુશમુદ્દાની ) પણ અવગણના કરીને કેટલાએક હસ્તિઓ ઘણે દૂર પલાયન કરી ગયા, તેમજ કેટલાએક હાGST થીઓ, તે સુપ્રતીકે પોતાના દાંતના અગ્રે ટોચ્યા છતાં મહાપર્વતની સંગતિએ રહેનારા નવીન રે મેધસરખા શોભવા લાગ્યા. તેમજ “શત્રુની જે કીર્તિરૂપનદીઓ-તેઓનું ઉત્પત્તિસ્થાન જે પર્વત તેના સરખા આ હસ્તિઓ છે એવું જાણીને જ જાણે હોયના? તેમ કેટલાએક હસ્તિઓને તે ૭) મુમતી હસ્તિએ પોતાના દંતમહારે કરી મારી નાખ્યા. એવી રીતે ઉદ્દત એવા તે સુપ્રતીક છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy