________________
ધાત કરવો છે; એવો ભીમસેન, મહા આનંદ પામી પાકશાળામાં આવી શયન કરતો હવો. બીજે દિવસે પ્રાત:કાળમાં કીચકના મચ્છુ પામવાના સમાચાર લોકોને મોંઢથી સાંભળીને તેના સૉમ્બે ભાઇઓ શોક લેહેરીને વશ થઈ ત્યાં આવી; મરણ પામેલા, ભૂમિ ઉપર સ્મૃતિકાને વિષે રગદોળેલા અને માંસપિંડરૂપ થએલા કીચકને જોઈ શોકવિજ્યુલ થઈ મહાનિયાસ નાખતા ઊંચસ્વરે રૂદન કરવા લાગ્યા. તેઓ સવૅના નેત્રરૂપી સરોવરમાં જે અશ્રુજળ, તેને બંધ કારણના ક્રોધરૂપી ગ્રીષ્મરૂતુનો સૂર્ય, શોષણ કરવા લાગ્યો. તે સમયે તે સર્વે બંધુ, પોતાના ભાઇનો વધ કરનારા શત્રુને અહિંતહીં શોધવા લાગ્યા; પરંતુ તેનો કાંઈપણ પત્તો ન લાગ્યો, ત્યારે તેઓ સર્વે એકત્ર મળી પરસ્પર વિચાર કરવા લાગ્યા કે, આ કીચકની, પૂર્વ માલિનીને વિષે પ્રીતિ હતી, એવું આપણે સાંભળ્યું છે. માટે કીચકના મૃત્યુને તે માલિનીજ કારણરૂપ થઈ હશે. એનાં ગુપ્ત સંચાર કરનારા ગંધર્વંપતિઓએ આપણા ભાઇને મારચો છે; એમાં સંશય નહીં. પરંતુ તેઓ ગુપ્ત સંચારી છે, તેથી કોઈપણ ઠેકાણે એ આપણને મળશે નહીં, માટે આ સૅધીનેજ કીચકની સાથે ચિતાગ્નિમાં બાળી નાખી, આપણો રોષ ઉતારો.” એવો વિચાર કરી પોતાના બંધુ કીચકની સહવર્તમાન માલિનીને ચિતાગ્નિમાં બાળી નાખવી; એવું મનમાં આણી તે બંધુઓ સર્વે, માલિનીની પાસે આવી તેને બાહુનેવિષે આકર્ષણ કરવા લાગ્યા. તે સમયે તે બંધુઓએ ખળાત્કારે આકર્ષણ કરેલી માલિની, આ પ્રમાણે આક્રોશ કરી પોકાર મારવા લાગી કે “હે જય, હે જયંત, હું વિજય, હું જયસેન, હું જયદ્બલ, તમે ગમે ત્યાં રહો પણ મારૂં રક્ષણ કરો, રક્ષણ કરો. ચિતાગ્નિમાં નાખવાંસારૂં આ દુરાત્માઓ મને ઝાલી જાયછે.” એવી દ્રૌપદીની દીનવાણી સાઁભળી ભીમસેન, ક્રોધયુક્ત થઈ પાકશાળામાંથી નિકળી ફાળ મારતો કીચકોની પાછળ ધાયો, અને થોડીવારમાં સ્મશાનના માર્ગમાં આવી ક્રીચકોને કહેછે કે “હૈ કીચકો, તમે બળાત્કારથી આ સ્ત્રીને કચાં લઈ જાઓછો? એનું રક્ષણ કરવા સમર્થ પુરૂષ, કોઇપણ ફેંકાણે કોઇપણ નામનો કોઈ પણ હરોજ” તે સાંભળી કીચકો બોલ્યા કે “હે વલ્લવ, આ સ્ત્રી અમારા ભાઈ કીચકના મૃત્યુનો હેતુછે. એના વિના અમારા ભાઇને કોણે મારો? તે અમે જાણતા નથી. જ્યારે એવો કોઈ શત્રુ મળતો નથી કે જેને મારી અમારૂં વૈર શાન્ત કરીએ; ત્યારે આ પુંચલિનેજ ચિતામાં નાખશું” એવાં ફીચકોનાં વચન સાંભળી ભીમસેન બોલ્યો કે “હે કીચકો, તમારો ભાઈ પરસ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા કરવા લાગ્યો, એજ અણે મોટો, અન્યાય કરચો; માટે તેનું ફળ પણ પામ્યો. હવે તમે સ્ત્રી હત્યાના પાપથી બીડીનારા છે. તેમ છતાં, આ ખીન્ને અપરાધ શામાટે કરો છો? આ અપરાધનું કુળ તમને પ્રાપ્ત નહી થાય શું? કીચકના બંધુપણાએ કરી કીચકને વશ થએલો વિરાટરાજા તેના અન્યાયને સહન કરેછે, પરંતુ તે કીચકનો અન્યાય બીજા કોઈને પણ
Ser
Jain Educationa International
For Personal and Private Use Only
૩૦૭
www.jainelibrary.org