SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २९० ઈ કાલવ જે દિશા ભણી રહેતા હતા તે દિશાભણી રથ હાંકો. તે રથને જોઈ શત્રુઓ વિવિધાયુધ સજી અને કવચ ધારણ કરી તૈયાર થયા ને પરસ્પર કહે છે કે “ચંદ્રશેખર સારથી છે એવો અંદનો રથ આપણું ભણું આવે છે. અમારું મૃત્યુ આ અર્જુનથી છે એવું જેશીઓના કહેવા પરથી જાણી ઇંદે સહાયતા સારૂં ચંદશેખરદાર અર્જુનને તેડાવ્યો છે, તે એ રથમાં બેઠેલો અનાજ છે. હવે આ કો અર્જુનજ અમને મારનાર છે તો અહો શું આશ્ચર્ય! એ અમારો હર્તા જાણે અમને હસવું સમાતુ નથી. એવું કહી સર્વ જણેએ અસ્ત્ર શસ્ત્ર સજ્યાં ને તેઓ સર્વ પરસ્પર બોલવા લાગ્યા કે “સંપૂર્ણ બાબળે અને માયાએ કપટે અથવા કોઈપણ પ્રકારે એ શત્રુને મારી નાખ” એવું બોલી અને અર્જુન ભણી જોઈ પછી તેઓ જેમ કુકુઆટા મારી ગરૂડને સર્પ મારવા ધાય તેમ અર્જુનને મારવા પ્રવૃત્ત થયા. તે સમયે તેઓની સેનામાં દુંદુભી અને રણવાદ્ય વાગવા લાગ્યાં તે જણે સાક્ષાત યુદ્ધસ્થાને જમના પ્રવેશસમયે વાગનારાં દુંદુભી જ હોયના!એવું લાગ્યું. થોડી વારમાં તેઓએ અર્જુન ઉપર બાણવિષ્ટિ કરી તે બાણ વૃષ્ટિએ કરી આકાશ પણ છવાઈ ગયું; સૂર્યપણ હંકાઈ ગયો. અર્જુને સર્વનાં બાણોને પોતાના બાણે કરી કાપી નાખ્યાં. જળમાં, સ્થળમાં કે ( આકાશમાં એમ જ્યાં રહીને જેમ જેમ તેઓ યુદ્ધ કરવા લાગ્યા તેમ તેમ અન પણ રથ ) 2 ઉપર સ્થિત થઈને તેઓની સામે યુદ્ધ કરવા લાગ્યો. અહો તે યુદ્ધમાં અર્જુનનાં, ઘોડાનાં અને હી (i) તેના સારથીનાં શું વખાણ કરીએ? તેઓનું પરાક્રમ જોઈ બેચરો પણ સર્વ મોહવશ થઈ ગયા. 1 છે. અર્જુનનું યુદ્ધ ચાતુર્ય જોઈ તેઓ વિચારવા લાગ્યા કે જેમાં પૂર્વ મંદાચળ વડે સમુદનું મંથન કરી દેવતાઓએ ઈંદને રત્ન આપ્યાં હતાં તેમ આ યુદ્ધરૂપી સાગરને રથરૂપી મંદરાચળ વડે મંથન કરી સર્વશ્રી અર્જુન ઇંદને આપશે. અતિ બળિણ, અત્યંત જેનું યુદ્ધ કૌશલ્ય છે અને જેની કુમારવસ્થા છે પરંતુ શત્રુઓની સામા એનું પરાક્રમ અતિશાય છે એવા અર્જુનને યુદ્ધ કરતો જોઈ ચંદશેખર પણ બહુજ આનંદ પામ્યો. જ્યશ્રીના સ્નિગ્ધ બંધુ અને અર્જુનના મન પ્રમાણે શત્રુના સૈન્યમાં ગમન કરનારા એવા ઈદના અશ્વ શોભતા હતા. શત્રુઓનાં અસંખ્ય બાણોને પિતાના તીવ્ર બાવડે અર્જુન એકલો કાપી નાખતો હતે. જેટલા શત્રુઓ હતા તેઓ સવૈને એમ ભાસ્યું કે આપણા પ્રત્યેકની સામે અર્જુન યુદ્ધ કરે છે. અર્જુન પોતાના શત્રુઓને લક્ષીને નહી પણ જેમ તેમ બાણ મારતો હતો. તેથી તેઓના પ્રાણનું વેધન થતું ન હતું, માત્ર 4 તેણે રાત્રુઓનાં જેટલાં બાણ આવે તેને કાપી નાખવાને પ્રારંભ કરો. અને એટલાં બધાં તેઓનાં બાણ માત્ર કાપી નાખ્યાં પણ અને સામાં બાણ માર્યા નહીં. તે જોઈ જિતકાશી શાએ અર્જુનના ઉપર બાણની અતિ વૃષ્ટિ કરી. સર્વ શત્રઓને એકત્ર થએલા અને વારંવાર પ્રહાર કરનારા જોઈ અર્જુન ચંદ્રશેખર પ્રત્યે કાંઈ ઉત્સુકપણે બેલ્યો. دحيهم دمع Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy