SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ છે પરિપૂર્ણ વૈભવ મને પ્રાપ્ત છે. હું વિશાલાક્ષને ચંદ્રશેખર નામને પુત્ર છું. શત્રુપિડિત મારા છે S: મિત્રના કામ સારું, તપ્ત થએલા જેમ જાતના કાર્ય સારું મધ ક્ષીર સમુદપાસે જાય છે તેમ તારી ? પાસે મારું આગમન થયું છે. અર્જન–હે ચંદશેખર, મારે કામ પશે ત્યારે હું તમારા વરની પ્રાર્થના કરીશ, પરંતુ તમે કહો કે તમારે મારી શી સહાયતા જોઈએ છે? ચંદ્રશેખર–અહીંયાંથી પાસેજ વૈતાઢ્ય પર્વતને ભૂષણભૂત અને પૃથ્વીરૂપી વનિતાના પ- કઈ ગનું જાણે રત્ન નેપુર હોયના? એવું રથનુપુર નામે નગર છે. તે નગરનો, શત્રુઓની મૃગાક્ષિઓના ) અખિલ મંડળને ક્ષપણુ (નાશ) કરવાવાળે વિદ્યુતપ્રભ નામે એક રાજા થઈ ગયા. તે રાજાને તીવ્ર ૭ તેજવાળા અને વિપુલ યશવાળા બે પુત્રો થયા. એકનું નામ ઈદ અને બીજાનું નામ વિદ્યનમાળી જ હતું. ઈંદને રાજપદ અને વિદ્યુનમાલીને યુવરાજની પદવી આપી તે રાજાએ સંસારથી વિરકત થઈ પ્રવજ્ય લીધી, પછી વિરકત મુનિઓ જે માર્ગ ગ્રહણ કરે છે તે માર્ગનું ગ્રહણ કરી તે રાજા પરમપદને પામ્યો. તેવાર પછી ઈંદ અને વિદ્યનમાલી એ બંને રાજ ચલાવવા લાગ્યા. ઈંદએનામે છે. કરીને જ જણે સંપદા વધતી હોયના! તેમ તેની સંપદા વધતી ચાલી. તેની સંપત્તિ વધતી જોઈ છે ( સર્વ લોકો તેને ઈદલ્ય ગણવા લાગ્યા. રાજ્ય કારભારને સર્વ ભાર પોતાના ભાઈ વિદ્યમાન (૧) લીને ઇંદ સાંપ્યો. રાજની એવી કૃપાનો લાભ લઈ વિઘનમાલી અતિ ઉદ્ધત થઈ દુષ્કર્મ કરવા ? લાગ્યો. પ્રજા લોકોની સુંદર સ્ત્રીઓનું હરણ કરી તેઓની લાજ લુટવા માંડી. અને નઝનિવા- ) સીઓને પણ મહા દુઃખ દેવા લાગ્યો. એવી તે વિદ્યુનમાલીની અનીતિથી સંતપ્ત થઈ પુરવાSS સીઓએ ઈંદાજ પાસે તે વિષેની રાવ કરી. ઇદે વિદ્યમાલીને એકાંતમાં બોલાવી અનીતિ નહીં ? કરવા સંબંધી ઘણી શિખામણ દીધી, તોપણ તે દુર્મદ વિષયલુબ્ધ થએલો તેથી તેણે તેની શિક્ષા માની નહીં. સર્પને અમૃત પાઈ ઉછેર્યો હોય તે પણ તેનામાં વિષ ઉત્પન્ન થાય છે. તેમને ઉલટો તેના ઉપર મહા ક્રોધ આણું નગર બહાર નિકળ્યો. નગર બહાર નિકળી તે દુરાત્માએ એવો વિચાર કરો કે “આપણા વંશરૂપી આકાશમાં ચંદરૂપ ઈંદ છે તેને નિશ્ચય કરી હણવો. સુવર્ણછેપુરના અને ખરદૂષણની વંશમાં ઉત્પન્ન થએલા નિવાત કવચ નામના રાક્ષસો વિનમાલીના ) છે મિત્રો છે, તે રાક્ષસો અતિ બળવાન અને યમથી પણ નિર્ભય છે. એઓને લોકોમાં એટલો SE બધો ત્રાસ છે કે લોકો સર્વ તેમને કાલકેતૂના નામથી ઓળખે છે. એક તાળવામાં, અને એક ર હાથમાં એમ તેઓના અંગના બે ભાગમાં એકજ ફેરે સાથે વેધન કરે તેજ એ મરે તે ઉપરથી જ લોકો તેમને તલતાલવ પણ કહે છે. તેમની મિત્રતાએ કરી વિદ્યુનમાલી તેઓની સહવર્તમાન ડો છે ઈદની નગરીને વારંવાર ઘેરો ઘાલી નિરંતર ભય બતાવવા લાગ્યો. ઇંદ રાજાએ દુષ્ટ ભાઈનાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy