________________
૨૪
*
છે. તે સમયે રાજા યુધિષ્ઠિર રોમાંચિત થય ને મહા પ્રસન્ન થઈ શત્રુને વધ કરનાર ભાઈના શરીર પર
ઉપરથી રજ ખંખેરવા લાગ્યો; તથા રણક્ષેત્રમાં ઊપજેલા ખેદે વધેલા પરિદ (પરસેવા)ને છેદ કરવા સારૂં અર્જુન, નિકુળ અને સહદેવ વસ્ત્ર વડે ભીમસેનને વાયુ હોળવા લાગ્યા. ક્ષણમાત્ર પછી જ્યારે ભીમસેન એકાન્તમાં જઈ બેઠે ત્યારે દુપદીએ તેની પાસે જઈ તેને આનંદપૂર્વક આલિંગન દીધું. હેબાને કંદર્પશેક અને બંધુવિયોગનો શેક એ બંને શોકનું સાથે ભીમસેને યથાયોગ્ય નિવારણ કર્યું. શુષા અને અધિકમાન એ બે વિધિથી હેબાએ કુંતીનું તથા તે કૌપદીનું મન પોતાને વશ કરી લીધું.
રાત્રિ વિતી અને પ્રાતઃકાળ થયું એટલે પાંડવો ત્યાંથી પંથે ચાલ્યા. બુદ્ધિવાન પુરૂષ જે પોતાના શત્રુને બળવાન જાણતાં છતાં તેનાથી પ્રમાદ કરે નહીં. એ ન્યાય નિયમને અનુસરી યુધિષ્ઠિરની ભૂજા ઝાલી ભીમસેન આગળ ચાલ્યો ને અર્જુન સીની પાછળ ચાલ્યો. કુંતીને તથા દૌપદીને પીઠ ઉપર બેસાડી હેબા, ભીમસેન તથા અર્જુનની મધ્યમાં રહી આકાશમાર્ગે ચાલી. 5 આગળ ચાલતાં ચાલતાં કુંતીને અતિશય તૃષા લાગી. તે સ્થળે ક્યાં પણ પાણી મળે નહીં
તેથી તેને મુછી આવી. તે સમયે મહા વ્યાકુળ થઈ પાણી મેળવવા સારું એક તરફ ભીમસેન છે દે ને બીજી દિશા તરફ અર્જુન દોડશે. રાજા યુધિષ્ઠિર તે માતાને મુચ્છિત થયલી જોઈ છે hy નેત્રોમાં અશ્રુ લાવી પ્રલાપ કરવા લાગ્યું.
યુધિષ્ટિર–હે માત, અમારાં દુઃખ દૂર કરી તું તે દુખ સહન કરતી હતી. પ્રતિક્ષણે અમારા ઉપર દૃષ્ટિની અમૃતવૃષ્ટિ કરતી હતી. જેવું હે માતા તારા કષ્ટથી હમણાં અમને દુઃખ થાય છે તેવું દુખ વનની અનેક વિપત્તિઓથી કિર્ચિત પણ થતું નહતું.
એ પ્રમાણે રાજા યુધિષ્ઠિર મહા ચિંતાતુર થઈ શક કરતો હતો. એટલામાં કોઈ દેકાણે જ પાણી નહીં મળવાથી ત્યાં પાછા આવી ભીમાર્જન માતાજીની અવ્યવસ્થા અને મોટા ભાઈને તો ૭) શોક જોઈ રૂદન કરવા લાગ્યા. દશે દિશા ભણું યત્ન કરી જે પણ કોઈ સ્થળેથી પાણી , fy પ્રાણ થયું નહીં તેથી નિરાશ થઈ સર્વ શેક કરે છે એટલામાં હેડબાએ કમળ પત્રને દડીઓ કરી છે છે તેમાં શીતળ જળ ભરી લાવી કુંતીને પાયું. જળના પ્રવેશથી ધીરે ધીરે કુંતીની મુચ્છ ગઈ. કૃતીને
પાતાં વધેલું જળ સર્વ જણેએ થોડું થોડું પીધું અને તષા ટાળી. પાંચે પાંડવો હેડબાનો ઉપકાર માની ને તેને કહેવા લાગ્યા કે “તે અમારી માતાને પ્રાણ ઉગાર્યો.
તે સ્થળેથી સર્વ આગળ ચાલ્યાં જ્યાં રાત્રિ પડે ત્યાં રાતવાસો રહે. રાત્રીએ સહુ વારા ફરતી ક, કતીના ચરણ ચાંપે એમ કરતાં કરતાં રાજયુધિષ્ઠિરે ઘણેક પંથ કાપ્યો. એક દિવસ વનમાં ચાલ્યા તો
જાય છે તેવામાં દ્રૌપદીએ એક પ્રચંડ સિંહને દોડતો દીઠો. કમળનયની દ્રૌપદીને પણ તે સિહ (e
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org