________________
એ યોગ્ય નથી. આવું ભયંકર પિતા પુત્રનું યુદ્ધ જોઇને મજ સ્ત્રી જાતિનું ધૈર્ય રહેતું નથી, માટે તે કે કદાચ આ બાલકને અપરાધ થયો હોય તે આપ ક્ષમા કરવા યોગ્ય છે.
એવાં અચાનક પોતાની પ્રિય પત્ની ગંગાનાં અતિ મધુર વચનો સાંભળીને પૂર્વની બધી વાતની સ્મૃતિથી રાજ સ્તબ્ધ થઈ રહ્યો. પછી રથમાંથી નીચે ઊતર. અને પોતાની સ્ત્રી તથા પુત્રની સાંબે નિરખી જોઈ ગદગદ કંઠ થઈ ગયો, ને આંખમાં પ્રેમનાં આંશુ આવવા લાગ્યાં. - થાયોગ્ય રીતે પોતાની પત્નિનું આશ્વાસન કરીને પોતે જ પુત્રની પાસે જ્વાની ઈચ્છા કરે છે, એટલે તે છોકરો પણ જાણે ગયો ને પ્રથમ પોતેજ આવી ધનુષ્ય નીચે નાખી દઈપિતાને મલ્યો. ) બન્નેને અતિ આનંદ ઉત્પન્ન થયો તેથી હૈયું ભરાઈ આવ્યું. આંખમાં પ્રેમનાં આસું આવી ગયાં. પછી છોકરાએ પિતાને નમસ્કાર કર્યો. રાજાએ છોકરાને છાતી સરસ ચાંપ્યો. તે સ
મયે જેમ અમૃતની વૃષ્ટિથી દેવ પ્રસન્ન થાય છે તેમ પોતાના છોકરાને મળવાથી રાજા શાંત થયો. * પિતા પુત્રને પરસ્પર પ્રેમ જોઇને ગંગાને જે હર્ષ ઉત્પન્ન થયું. તેનું મુખથી વર્ણન કરવાને કદાચ
ગંગા પોતે પણ સમર્થ થાય નહી તો વકતા તે કેમ વર્ણન કરી શકે. માટે સુજ્ઞ વાચકોએ એને ( વિચાર પોતાના હૃદયમાં કરી લેવો.
રાજા–પિતાના મનહર પુત્રને અચાનક સંયોગ થયો તે મહા પુણ્યને પ્રભાવ જાણીને ( પોતાની પ્રિય સ્ત્રીને પૂછવા લાગ્યો કે, પ્રિયા, આ અલૌકિક રૂપવાન પુત્રને હજી મૂછ પણ આવી
નથી તેથી પૂર્ણ તરૂણાવસ્થાને પામ્યો નહી છતાં એણે જે મને પરાક્રમ બતાવ્યો તે જોઈને હું છે
વિસમયને પાછું; એને જોઈને મને આશંકા ઉત્પન્ન થાય છે કે, એનું આટલું નાનું વય છતાં આ S: વનમાં કેમ આવ્યો; આટલો પરાક્રમી કેમ થય; અને એનું પ્રતિપાલન તે કહેવી રીતે કર્યું તે કહે છે?
' ગંગા—હે રાજ શાંભળો, જ્યારે એ છોકરાને તેડીને મારા પિતાને ઘેર આવી તે દિવસથી માંડી પાંચ વર્ષ તો એને વિદ્યાધરોના ખોળામાં રમતાં રમતાં ગયાં છે. તે વખતે પણ એની એવી કાંતિ હતી કે તે વિદ્યાધરોના છોકરાઓમાંથી પણ જુદોજ ઓળખવામાં આવતો હતો. પછી પવનવેગ નામને એનો મામો જે સમગ્ર વિદ્યામાં કુશળ છે તે એને વિદ્યા ભણુંવવા લાગ્યો. એની બુદ્ધિ અતિ ચપલ હોવાથી થોડા દિવસમાં સંપૂર્ણ શાસ્ત્રો ભર્યો. તેમાં
ધનુર્વિદ્યા તે એવી ભયે કે એને ગુરૂ જે પવનવેગ છે તે પણ અતિ આશ્ચર્ય પામવા લાગ્યો. SY એવી રીતે એણે એ વિદ્યાભ્યાસ કરો કે બધા વિદ્યાધર એની આગળ તૃણની માફક દે વાર
ખાવા લાગ્યા. મારા પિતાને ઘેર એ અતિ વિનોદ કરવા લાગ્યો. બળ અને વિદ્યાના મટે કરી ઉદ્ધત થયે થકો પોતાના મામાના સર્વે કુટુંબીઓ સાથે લડાઈ કરવા લાગ્યો. એવા એના અચાટ કર્મને લીધે રખેને કોઈ મેણું મારે કે આ કોને છોકરો છે ને કોને દુખ દિયે છે એવા છે
ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org