________________
રાત્રિભેજનને ત્યાગ. પિતાને ઉચિત ધંધામાં આવક જાવકને વિચાર કરી સંધ્યા કાળે તેમાંથી નિવૃત્ત થવું અને ચાર ઘડી દિવસ બાકી રહે ત્યારે વાળુ કરી લેવું જોઈએ. છેક સંધ્યાકાળે વાળુ કરવાથી રાત્રિભેજનને દેષ લાગે છે. રાત્રિભેજનને શુદ્ધ શ્રાવકે સર્વથા ત્યાગ કરે જોઈએ, કારણ કે તેમાં અનેક જીવોની હિંસા થવાનું શાસ્ત્રકારે કહે છે, તેમજ વળી વૈદક નિયમ જોતાં પણ રાત્રિભેજન ત્યાગ કરવાથી શારીરિક પ્રકૃતિ સારી રહે છે, માટે રાત્રિભેજનને સર્વથા ત્યાગ કરે. વાળુ કર્યા પછી યથાશક્તિ ચઉવિહાર, તિવિહાર કે દુવિહારનું પચ્ચખાણ કરવું. દિવસ બાકી રહે ત્યાંજ પચ્ચખાણ કરી લેવું, પણ તેમ કદાચ ન બની શકે તે રાત્રે છેવટ સુતી વખતે પણ પચ્ચખાણ કરવું લાભકારી છે.
પછી સાંજના સૂર્ય અર્ધ અસ્ત થાય તે પહેલાં ત્રીજી વખત વિધિપૂર્વક જિનેશ્વર પ્રભુનાં દર્શન કરે અને તે પછી ઉપાશ્રયમાં આવી જયણાપૂર્વક પ્રમાર્જન કરી સામાયિક લઈ વિધિપૂર્વક છ પ્રકારનાં આવશ્યકને સાચવવારૂપ દેવસિ પ્રતિક્રમણ કરે. રાત્રે અસુરૂં પ્રતિક્રમણ કરવું કહ્યું નથી, પણ સૂર્ય અર્ધ અસ્ત થાય ત્યારે વંદિતા સૂત્ર કહેવું, એમ શાસ્ત્રકારે કહે છે. તે છતાં કઈ કારણસર રાત્રિના બાર વાગે ત્યાંસુધી થઈ શકે છે. એ પ્રમાણે સક્ઝાય ધ્યાન કરી ગુરૂ હોય તે તેની શુશ્રુષા કરે અને ધર્મચર્ચા કરી પ્રતિબંધ પામે.
એક પ્રહર રાત્રિ ગયા પછી માફક આવે એવા સ્થાનકે નિર્દોષ જીવરહિત પત્યેક વિગેરે શય્યામાં વિધિપૂર્વક અલ્પ નિદ્રા કરે, યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે, સુતી વખતે નવકાર મંત્રનું સ્મરણ કરી અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મ એ ચાર શરણ યાદ કરે અને શાંતિથી આ૫ નિદ્રા કરે. ઇતિ શ્રાવકર્તવ્ય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org