________________
નિસીહી ચૈત્યવંદનના અવસરે ભણવી, અને તેની સાથે દ્રવ્યપૂળથી નિવત્તી સ્તવનાદિવડે ભાવપૂજામાં તલ્લીન થવાને પ્રયત્ન કરો. ' (૨) પ્રદક્ષિણાત્રિક–દેરાસરના દક્ષિણ ભાગથી ચિત્યને ત્રણ પ્રદક્ષિણા દેવી અને મનમાં એવી ભાવના ભાવવી કે સંસાર બ્રમણથી છૂટવા માટે પ્રભુની જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા કરી અનુક્રમે જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરું છું, અર્થાત ત્રણ પ્રદક્ષિણ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયની સિદ્ધિને માટે આપું છું.
(૩) પ્રણયત્રિક—બે હાથ જોડી અંજલી કરી પ્રણામ કરવા તે, કેડથી શરીરને જરા નમાડી માથા તથા હાથ આદિથી ભૂમિને સ્પર્શ કરવો તે, ત્રીજું પંચાંગ પ્રણામ એટલે બે જાન, બે હાથ તથા મસ્તક ભૂમિએ લગાડી ખમાસમણ આપી પ્રણામ કરવા તે. આ ત્રણ પ્રકારે પ્રભુને પ્રણામ થઈ શકે છે.
(૪) પૂજારિક-(૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા એમ ત્રણ પ્રકારે પ્રભુપૂજા થઈ શકે છે. અંગપૂજામાં મન-વચનકાયાની પવિત્રતા સાથે વસ્ત્રો, પૂજાનાં સાહિત્ય તથા ભૂમિ અને ધનની પણ શુદ્ધિ હેવી જોઈએ. પ્રથમ શુદ્ધ અને નિર્દોષ સ્થાને શાંતચિત્તે સ્નાનાદિ કરી, નિર્મળ વસ્ત્રો પરિધાન કરી. આપડે મુખકેશ થાય એવું ઉત્તરાસંગ રાખી મુખકેશ બાંધી પ્રભુની અંગ પૂજામાં પ્રવૃત્ત થવું ઉચિત છે. અંગપૂજાના પ્રારંભમાં પ્રતિમાના પ્રક્ષાલન પૂર્વે ભગવાનના અંગને મારપીંછથી કે પંજણથી પ્રમાજેવું અને ત્યારબાદ સ્નાન કરાવવું. સ્નાન થઈ રહ્યા પછી પ્રભુના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org