________________
धर्मोपदेशसमये सविधानुभावात् , आस्तां जनोभवति ते तरुरप्यशोकः। अभ्युद्भते दिनपतौ समहीरुहोऽपि, किंवा विबोधमुपयातिन जीवलोकः॥
ભાવાર્થ-હે પ્રભુ! આપ જ્યારે ધર્મોપદેશ આપે છે, ત્યારે આપની પાસે વૃક્ષ પણ અશેક થઈ જાય છે તે પછી મનુષ્ય શોકરહિત થાય એમાં આશ્ચર્ય જ શું છે? વળી, તેમ બને એ અ
સ્વાભાવિક પણ નથી. (કારણકે) સૂર્યોદય થવાથી મનુષ્ય જ માત્ર વિબોધ કિંવા વિકાસને નથી પામતાં, પણ વનસ્પતિ સુદ્ધાં પત્ર સં. કેચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસને પામે છે, એ સર્વજન પ્રસિદ્ધ વાત છે.
બીજા પ્રાતિહાર્યના સંબંધમાં સૂરીશ્વર મહારાજ વદે છે કેचित्रं विभो ! कथमवाङमुखलुतमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश, गच्छति नूनमध एव हि बंधनानि ।
ભાવાર્થ–હે સ્વામિન! દેવતાઓ જ્યારે પુષ્પની વૃષ્ટિ કરે છે, ત્યારે તે પુષ્પ મુખ ઉંચું રાખીને તથા બીટ-બંધન નીચું રાખીને પૃથ્વી ઉપર પડે છે એ આશ્ચર્યકારક છે, પરંતુ તે પણ એક રીતે તે બનવાજોગ જ છે. કારણકે આપની સમીપે શોભાયમાન કિંવા પવિત્ર મનવાળાનાં અંતર-બાહ્ય બંધને અધમુખ થાય અને ભાવમુખ ઉભુખ થાય એ તે સ્વાભાવિક જ છે. પ્રભુના પ્રભાવથી ભવ્યલોકના ચિત્ત ઉપર કેવી મનહર અસર થાય છે, તેનું આમાં સૂચન કરવામાં આવ્યું છે. જેવી રીતે પુષ્પના બંધને નીચે ઢંકાઈ રહે છે અને પાંદડીઓ વિકસી રહે છે તેવી જ રીતે પ્રભુના દર્શન માત્રથી ભવ્ય પ્રાણીઓના મેરેમમાં વિકસ્વરતા પ્રાપ્ત થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org