________________
પ્રાતિહાર્ય અને “બાર ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, અતિશય, સિદ્ધ આઠગુણ સમરતાં દુ:ખ દેહગ જાવે.”
આ બારગુણ તે કયા તેની સમજણ પાડવી અત્ર અસ્થાને નહીં ગણાય. બાર ગુણમાં આઠ પ્રાતિહાર્ય તથા ચાર અતિશયને સમાવેશ થાય છે. પ્રભુની પાસે પ્રતિહારી તરીકે જે કાયમ રહે તેને પ્રાતિહાર્ય એવું નામ અપાય છે. આ પ્રાતિહાર્યોનું સંક્ષિપ્ત સૂચન નીચેના લેકમાં સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે—
अशोकक्षः सुरपुष्पवृष्टिः दिव्यध्वनिश्चामरमासनं च । भामंडलं दुंदुभिरातपत्रं सत्पातिहार्याणि जिनेश्वराणाम् ॥
અર્થાત– અશોકવૃક્ષ, દેવતાઓ વડે થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિ અને છત્ર એ પ્રકારે જિનેશ્વર ભગવાનના આઠ પ્રાતિહાર્યો છે. ભગવાન ક્યાં જ્યાં વિહાર કરે છે અથવા સમવસરે છે, ત્યાં ત્યાં દેવતાઓ પોતે ભકિતભાવથી પ્રભુની કાયાથી બાર ગણે વિસ્તીર્ણ શાખાઓવાળે અશોકવૃક્ષ, પુલની વૃષ્ટિ, પ્રભુની દેશના મનહર રૂપ ધારણ કરે એમાટે સ્વરની પૂર્તિ, ભગવાનને વિંજવા માટે રત્નજડિત વેત ચામરે, ભગવાનને બેસવા માટે સુવર્ણમય સિંહાસન પ્રભુના મસ્તકને પાછલે ભાગે તિ:મંડલ, અને પ્રભુના મસ્તકેપરિ ત્રણ છત્ર, અને આકાશમાં દુંદુભિ-વાજીંત્ર રચે છે. આ પ્રાતિહાર્યોનું ધ્યાન કરતી વેળા આપણે કેવી ભાવના ભાવવી જોઈએ તે પણ શ્રીસિદ્ધસેનસરિ મહારાજે બહુ કવિત્વભરી વાણીમાં કચ્યું છે.
અશોકવૃક્ષના પ્રાતિહાર્ય વિષે તેઓશ્રી લખે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org