________________
સ્તરાગ કહેવામાં આવે છે. આવો પ્રશસ્તરાગ જે કે પુણ્યબંધના હેતુરૂપ થાય છે તે પણ તેથી આત્મગુણ પ્રકટ થતું હોવાથી તેમજ આત્મગુણ સ્થિર થત હોવાથી તે ઉપાદેય છે. શુદ્ધ ભાવપૂજા સામાન્ય જીવેને માટે બહુ વિકટ છે. તે પણ તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ સ્થળે અમે આપવાનું યેગ્ય ધાર્યું છે. જે આત્માના ક્ષપશમભાવી દર્શનગુણ અને જ્ઞાનાદિ ગુણ પ્રભુની પ્રભુતામાં તલ્લીન થયા છે, એટલે જેટલી આત્મશકિત પ્રગટી છે તે સર્વ અરિહંતના ગુણને અનુયાયી કરીને તન્મયતારૂપ કરે તે શુદ્ધ ભાવપૂજા છે. આવી રીતે શુદ્ધ નિર્મલતત્ત્વજ્ઞાની શ્રી અરિહંત દેવ સિદ્ધ ભગવાનના રસથી તેના ગુણની ભેગી ચેતના રંગાય એટલે અન્ય વિકલ્પ ટાળી અનુભવ ભાવના સહિત પ્રભુસ્વરૂપે રસીલી થાય ત્યારે આત્મભાવ પ્રગટે. એટલે ભવ્ય જીવ પહેલાં આત્માવલંબી થાય ત્યારે પોતાના ગુણને સાધતે-નિપજાવતો સમ્યગ્દર્શનાદિક ગુણને પ્રકટ કરતે, ગુણસ્થાનક ઉમે સ્વરૂપાનુભવ કરતા થક તલ્લીનતા કરી અનાદિકાળના સત્તાગત પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે. ભાવાર્થ એ છે કે પહેલાં “હું પણ પૂજ્ય અને અનંતગુણ છું” એ નિર્ધારરૂપી સમ્યગદર્શન પ્રકટે, સ્યાદવાદ સત્તાનું પ્રકાશન થાય, પછી જે સત્તા પ્રકટી તેના રમણરૂપ-અનુભવરૂપ ચારિત્ર ગુણ પ્રકટે પછી શુકલ ધ્યાન પ્રકટે, અને અંતે નિરાવરણ કેવલજ્ઞાન પ્રકટે આવી રીતે પરમપૂજ્ય શ્રી અરિહંતને ભાવપૂજા વડે પૂજવાથી પિતાને પૂજ્ય સ્વભાવ પણ પ્રકટ થયા વગર રહે નહીં. એજ ભાવપૂજાને હેતુ અને ભાવપૂજાનું સુંદર પરિણામ છે.
ચૈત્યવંદન કરતી વેળા આપણે નિત્ય ગાઈએ છીએ કે—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org