________________
હેતુનું વિસ્મરણ થઈ જવાને લીધે પૂજાના માહાસ્યને જે ઉણપ આવી છે, તે ઉણપ દૂર થાઓ, અને પૂજાનું ઉત્તમોત્તમ ફળ સર્વને પ્રાપ્ત છે.
શિઝ ભાવપૂજાને હેતુ. જી. ભાવ શબ્દ પરમાત્માના સ્વરૂપને જ્ઞાનાદિથી નિર્ધાર કરી તે તે લક્ષણનું એકાગ્ર ચિત્તે ચિંતવન કરવાને ઉપદેશ કરે છે. દ્રવ્યપૂજા પણ જે કે ભાવપૂજાનું નિમિત્ત પૂરું પાડે છે, પણ ભાવપૂજા બહુ આવશ્યક અને ઉપકારક છે એ વાતનું વિસ્મરણ થવું જોઈતું નથી. સ્તુતિ તથા સ્તવન વિગેરેના ગાનથી તથા તેમાં રહેલા અર્થના મનનથી ચિત્તમાં ભાવનો ઉદ્દેક થાય છે. ખરેખર ભાવ પ્રકટ કરવા ઈચ્છનારા બધુઓએ સ્તવન-સ્તુતિ આદિમાં રહેલા અર્થને એક વાર નિર્ધાર કરી લે, અને તે પછી પિતે તીર્થંકર પ્રભુમાં જે ગુણે અનુભવે છે, તે ગુણે પિતાનામાં ઉદ્દભવે છે કે નહીં? તેને શાંતભાવે આત્મસાક્ષીએ વિચાર કરે. કેટલાએક માત્ર એષ અને જીન્હા વડે પ્રભુસ્તવન લલકારી જવામાં જ પિતાનું કર્તવ્ય સંપૂર્ણ થયેલું માને છે, પણ એ માન્યતા યથાર્થ નથી. ગુણ અને ગુણની એકતા ન થાય ત્યાં સુધી ભાવપૂજા સફળ થયેલી ગણાતી નથી. ભાવપૂજા મુખ્યત્વે બે પ્રકારની છે. એક તે પ્રશસ્તરાગવાળી ભાવપૂજા અને બીજી શુદ્ધભાવવાળી પૂજે આપણને આપણા પરિવાર તથા વૈભવ ઉપર જે રાગ રહે છે તે સ્વાર્થના અશોવાળે હેવાથી તે રાગને પ્રશસ્ત રાગ કહી શકાય નહીં. પણ નિ:સ્વાર્થ ભાવે-પક્ષપાત રહિતપણે ગુણપણા માટે જે રાગ કુરે તેને પ્રશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org