________________
૧૫૯ તૃષ્ણની વિચિત્રતા. (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા.)
મનહર છે,
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે
તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતા ત્યારે
તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈને, દીઠી દેવતાઈ ત્યારે
તાકી શંકરાઈને, કહે સેવક માને માને શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તેય
જાય નમરાઈને.
કરેલી પડી દાઢી ડાચા તણે દાટ વાળે, કાળી કેશપટી વિશે
*વેતતા છવાઈ ગઈ સુંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંતઆવલી તે
ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી હાડ ગયાં અંગ રંગ ગયે, ઉઠવાની આય જતાં
લાકડી લેવાઈ ગઈ કહે સેવક એમ યુવાની હરાઈ પણ, મનથી ને તેય રાંડ મમતા
મરાઈ ગઈ
કરેડના કરજના શિરપર ડંકા વાગે, રેગથીરૂંધાઈ ગયું શરીર સુકાઈને, પુરપતિ પણ માથે પડવાને તાકી રહ્યો, પેટ તણું વેઠ પણ શકે ન પૂરાઈને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org