________________
૧૫ર ઘડીમાં કોઈની માયા, ઘડીમાં ધ્યાનની છાયા; ઘડીમાં ધ્યાનની વેલા, ઘડીમાં મિત્રના મેલા. ઘડીમાં થાય ધુળધાણી, ઘડીમાં થાય ગુણખાણી; ઘડીમાં થાય છે સારૂં, ઘડીમાં થાય અંધારૂં. ઘડીમાં અન્ન ને પાણી, ઘડીની વાત નહીં જાણું; ઘડીમાં ચિત્તને વાડી, ઘડીમાં બેસવા ગાડી. ઘડીમાં રંકની વેળા, ઘડીમાં હેય બગડેલા; ઘડીમાં ચિત્ત હડકાયું, ઘડીમાં ચિત્ત છે ડાહ્યું. ઘડીમાં તરવની વાતો, ઘડીમાં યુદ્ધની લાતો; ઘડીમાં થાય અણધાર્યું, જીવન તે જાય છે હાર્યું. ઘડીમાં ચિત્ત દિલગીરી, ઘડીમાં વાત અણધારી; ઘડીમાં વાત છે બેટી, ઘડીમાં વાત બહુ મોટી. ઘડીમાં રંગ છે ન્યારા, સમજતે દિલમાં પ્યારા; ઘડીના રંગમાં ગોટા, ઘડીના રંગમાં છોટા ઘડીમાં જ્ઞાનની બાજી, ઘડીમાં રંક ને કાજી; બુદ્ધયબ્ધિ ધ્યાનમાં ધીરા, વિવેકે જાણજે વીરા. ૧૧
- મિથ્યા ગર્વ. કીસ પર માન ગુમાન કરીને, એક પ્રભુજીકે ધ્યાન ધરી જે. જોબન જેર માયાકે નીમેં, ભૂલ ગયે તુમ ગુરૂ એક પલમેં. ક. ૧ કોધ કૂપમેં પડકે ગમારા, એક ઉપાય ન શોધું તુમારા. ક. ૨ લેભ લુગાઈનેં મોહ પાયકે, હેત દુઃખી હુઓ નરક જાયકે. કા. ૩ પાંચ મિત્રકે ફંદર્ભે પડકે, વારંવાર તું લક્ષ ભમીકે. કી. ૪ ઈનકું છોડ તુમ ધ્યાન લગાવો, અજર અમર સુખ સહેજે પાવે. કી૫ જિનદાસકી આશ પૂરીને, જેના પ્રકાશક ગુણ ગાઈજે. કી. ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org