________________
શ્રાવકે તથા શ્રાવિકાએ પ્રભુસ્તુતિના કિંવા શસ્તવાદિના બરાબર અર્થો વિચારી-ધારી લેવા જોઈએ. એટલું જ નહિ પણ તેનું રહસ્ય પણ યથાશક્તિ સમજી લેવું જોઈએ. “એક નવકાર પણ જે ભાવપૂર્વક સ્મરાય તે સંસાર-સાગર સહેલાઈથી તરી જવાય” એમ જે કહેવામાં આવ્યું છે તેને આશય પણ એજ છે કે શાંત ભાવે જ્ઞાન પૂર્વક અરિહંત-સિદ્ધ પ્રભુનું ધ્યાન ધરવામાં આવે તો એ ધ્યાન ભવભ્રમણમાંથી જીવને મુક્ત કર્યા વગર રહે નહીં. અરિહંત શબ્દનો અર્થ જે જે મનુષ્ય સમજતો ન હોય તે અરિ-દુશમન કેને કહેવાય અને તેને કેવી રીતે હણી શકાય એ સમજી જ કેવી રીતે શકે ? વસ્તુતઃ કામ-ક્રોધાદિ આપણું અંતરંગ રિપુએ છે, અને તેને હણવાને ઉદ્યમશીલ થવું એમાંજ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાની સાર્થકતા સમાયેલી છે, એ ભાવ “નમે અરિહંતાણું” પદને ઉચ્ચાર થતાં જ મનમાં ક્રુર જઈએ. પણ એ બધું જ્ઞાનપૂર્વક દર્શન-ક્રિયા થાય તે જ સંભવી શકે.
દેરાસર કિંવા દેવમંદિર એ વસ્તુતઃ ધ્યાન કરવાનું, આત્મ
વિચારણા કરવાનું તથા પ્રભુસ્વરૂપ ચિંતવવાનું દેરાસરમાં શાંતિ- એક પવિત્ર સ્થાન છે,એ વાત આપણે ઘણીવાર રક્ષા, ભૂલી જઈએ છીએ, અને તેવા પવિત્ર–શાંતિમય
સ્થળમાં કર્મ ખપાવવાને બદલે ઉલટાં કર્મ બાંધીને આવીએ છીએ, એમ ન થાય એ પણ દર્શનપિપાસુઓએ ખાસ લક્ષમાં રાખવું ઉચિત છે. દેરાસરમાં જેમ બને તેમ શાંતિને ભંગ ન થાય અને સૈ કે પિતપોતાની શક્તિ પ્રમાણે પૂજા-સ્તવનાદિકરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આપણે સહાયભૂત થવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org