________________
આદિને પ્રકાશ કરે તેને સર્વજ્ઞપ્રણીત જેનશાસ્ત્ર દેવ તરીકે ઓળખવાની ભાર દઈને મના કરે છે, એ વાત લક્ષમાં રહેવી જોઈએ. આપણે દેરાસરમાં જ્યારે દર્શન કરવા જઈએ, ત્યારે સમ્યગૂ જ્ઞાન આદિને પ્રકાશ કરનાર તથા પોતાના આત્મસ્વરૂપમાં નિરંતર રમનાર સદે વનાં દર્શન કરવા અને તે દર્શન દ્વારા તદરૂપ બનવાને આપણે ઉદ્દેશ હવે જોઈએ. “સ્વામી ગુણ ઓળખીને જે દેવદર્શન કરવામાં આવે તે તે સફળ થયા વિના ન રહે એમ ઉપરજ શ્રી દેવચંદ્રજી મહારાજના શબ્દોમાં કહેવાઈ ગયું છે. સદેવ એ શબ્દજ સ્વામીના ગુણેને કિંચિત પરિચય આપે છે, તેથી તેને લાંબે વિસ્તાર અત્રે કર્યો નથી. દેરાસરમાં ગયા પછી પ્રભુની મને મુગ્ધકર પ્રતિમાજી સન્મુખ
ઉભા રહી આપણે સ્તુતિના લેકેને ઉચ્ચાર જ્ઞાનપૂર્વક દર્શન કરીએ છીએ, તેમજ ચૈત્યવંદન કરતાં પણ સ્તોત્ર
તથા પાઠેને ઉચ્ચાર કરીએ છીએ. હવે જે સ્તુતિના કિંવા પાઠેના અર્થો આપણે યથાયોગ્ય પ્રકારે સમજતા ન હેઈએ તે આપણે પ્રભુની કેવા પ્રકારે સ્તુતિ કરીએ છીએ તે આપણે પોતે જ સમજી શકીએ નહીં. અને આપણે ભક્તિભાવથી વિનમ્ર બનેલે આત્મા સંપૂર્ણ પ્રકારે ઉઠ્ઠસિત થાય નહીં. આ વાતને આપણા અનેક બધુઓને છેડે યા વધતે અંશે અનુભવ થયે હશે. એટલાજ માટે શાસ્ત્રકારે ફરમાવ્યું છે કે પ્રભુના દર્શન કરનારમાં સારૂં મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોવું જોઈએ. આ કાળે આપણુમાં અર્થાદિકના બોધને પ્રાય: અભાવ જોવામાં આવે છે, તેથી પ્રભુદર્શન જોઈએ તેટલા પ્રમાણમાં સાર્થક થતાં નથી. બની શકે ત્યાં સુધી દરેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org