________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
४७ છે. વલી વાંદરાનું જેર પુષ્કલ છે. દહેરાસર ગેડી પાર્શ્વનાથનું છે, અને તે ભસદની સામે ગલીમાં ધીઆમંડીમાં છે. અત્રેના ગાડીવાલા બહુ લુચ્ચા હોય છે, લેકથી પણ સાવચેતી રાખવાની જરૂર પડે છે.
વૃંદાવન.
મથુરાથી વંદાવન ૬ માઈલ થાય છે. જીઆઈ. પી. લાઈનમાં સ્ટેશન પણ છે, જ્યાંથી ગામ બે માઈલ થાય છે. શહેર સાધારણ મોટું છે. બજાર પણ છે. વિષ્ણુના દહેરાસર ઘણા છે. પરંતુ જેવા જેવાં ફકત પાંચ છે. મેટું મંદીર લક્ષ્મીચંદ શેઠનું છે, જેમાં એક મોટો કુંડ છે. વલી મંદીરના ચેમાં વચ્ચે સાડા બાર મણ સોનાને થંભ છે. વલી સવારીની બીજી વસ્તુઓ, જેવીકે, પાલખી, સીંહાસન, ગરુડાસન, મયુરાસન વિગેરે બધી વસ્તુઓ સાડાબાર મણ સોનાથી મઢેલી છે. દરવાજે એકલા ઘંટને બાંધે છે. વલી અહીંઆ આગળ એક ભજનાશ્રમ છે. જેમાં હજારે ગરીબ વૃદ્ધ બાઈઓ, લુલાં લંગડા વિગેરે આખો દિન ભજન કરે છે, અને દરેકને ભજન પણ આપવામાં આવે છે. વલી લખનવાલા બીહારીલાલ અગરવાલાનું મંદીર પણ જોવા લાયક છે. તે ઉપરાંત કુંજગલીમાં પણ મંદીર છે, જ્યાં આગળ કૃષ્ણ ભગવાન ગોપીઓના ચિર લઈ ઝાડ ઉપર ચડી ગયા હતા, વળી જિમના નદીનું ઝેરી જળ મણીધરને વશ કરી અમૃત સમાન બનાવ્યું હતું, વિગેરે દરેક પુરાણું ઈતિહાસ સાબીત થાય છે; રાસમંડપ, શેષનાગની મુર્તિ, પુરાણું ઝાડ, વિગેરે દરેક વસ્તુ હયાત છે.
તા ૧૫, ૧૬ મલી બે દિવસ અત્રે રહી તા. ૧૭ મી ને દિવસે મથુરા જંકશન સ્ટેશનથી છે. આઈ. પી. રેલ્વેમાં બપોરે દોઢ વાગે બેસી સાંજે હત વાગે દીલ્હી જંકશન ઉતર્યો. જી. આઇ. પી. રેલ્વેમાં ઠેઠ મુંબઈથી ઉપડેલી કડી (પંજાબ મેલ) આવે છે. વલી અને વાંદરાનું જેર પુષ્કળ હોય છે. કિજાણ્યા આદમીએ બહું સાવચેત રહેવાની જરૂર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org