________________
૪૬
શ્રી તીર્થ વન ભક્તિમાળા.
-
કુંપીલાપુરીને છ માઇલનાં રસ્તા થાય છે. સ્ટેશનથી ગામ ૧ માઇલ થાયછે. કંપીલાપુરી જવા માટે ગાડીએ ઉંટની ગાડીએ વીગેરે મળે છે. કપીલાપુરીમાં ૧૦૦ માણુસ સમાઈ શકે એવડી ધર્મશાળા છે. અંદર શ્રી વીમળનાથ ભગવાનનુ દહેરાસર છે, ગભારાસામે શ્રી વીમળનાથ ભગવાનના કેવળજ્ઞાનના પગલાં છે. તેમજ ચારે બાજુ ચાર દહેરીમાં (૧) ચ્યવન કલ્યાણક (૨) દીક્ષા કલ્યાણક, ( ૩ ), જન્મ કલ્યાણક, ( ૪ ) ગણધરના પગલાં છે. અહીંયા દીગમ્બરના મદિરે ઘણા છે. અને જોઇતા સામાન મલે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અત્રે શ્રી વીમળનાથ ભગવાનના ચાર કલ્યાણક ( ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ) થયેલાં છે.
કાયમગજથી શીકેાહાબાદ જવાને માટે કરકામાદ જકશન ઉતરી ઇસ્ટ ઇન્ડીયા રેલ્વેમાંથી જઇ શકાય છે.
શીકાહાબાદ તથા સારીપુરી.
શીકેાહાબાદમાં સ્ટેશનની સામેજ ધર્મશાળા છે, જયાં આગળ ભાડું આપવુ પડે છે. ત્યાંથી ગામ એક માછલ થાય છે. ત્યાં જોઇતી ચીજો મળે છે. સ્ટેશનથી સારીપુરી ખાર્ માઇલ થાય છે. ધોડાગાડીઓ મળે છે. દહેરાસરમાં શ્રી તેમનાથ ભગવાનનાં ચ્યવન અને કલ્યાણકનાં પગલાં છે તથા નીચે એક અપુજ પ્રતિમાજી છે. જોડે પુરાણુ મંદિર તથા ધર્મશાળા છે.
ત્યાંના
મથુરા.
હમે સઘળા ક’પીલાપુરી તથા સારીપુરી ન જતાં સીધા મથુરા આવ્યા હતા, અવે સ્ટેશન એ છે. મથુરા કેન્ટલમેન્ટ, અને મથુરા જંકશન, શહેર કેન્ટોલમેન્ટથી લગભગ એક માઇલ થાય છે, અને જંકશનથી એ માઇલ થાય છે. શ્વેતામ્બરી દહેરાસર એક છે. ધર્મશાળા ( શ્વેતામ્બરી ) ખીલકુલ નથી. દીગારી ધર્મશાળા છે, અને તે દહેરાસરની પાસેજ છે. વળી વિષ્ણુની ધર્મશાળા ધણી છે. નયા બજારમાં કલકતાવાલા બાબુની ધર્મશાળા છે, જેમાં ૧૦૦ માણસો સમાઇ શકે છે. અત્રે છાયલ વિગેરે કપડાં સારાં મલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org