________________
૩૮
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, કેવળજ્ઞાન) ના પગલાં છે ત્યા બાર દાદાજીના પગલાં છે, ત્યા શ્રી શાંતિનાથજીનું દહેરાસર છે.
સીંહપુરીમાં એક બાગ ત્યા એક મહટી ધર્મશાળા છે, અને તેમાં શ્રીચંદ્રપ્રભુનું દહેરાસર છે. બહાર એક બીજું દહેરાસર છે. વિગતઃ
વચ્ચે ચેકમાં સમવસરણના ઘાટમાં શ્રીશ્રેયાંસનાથનાં કેવળજ્ઞાનના મુખ પગલાં છે, અને ચારે બાજુએ ચાર દહેરીઓ છે(૧) દહેરીમાં શ્રીકુશલચ દજી મહારાજની મુર્તિ છે. (૨) ચ્યવન કલ્યાણકના પગલાં છે. (૩) શ્રીમેરૂ પર્વતની રચનાનો દેખાવ છે, (૪) ભગવાનના ચણે છે, તેવી જ રીતે ઉપરના ભાગમાં પણ ચાર દહેરીઓ છે. (૧) ચૌદ સુપનને દેખાવ છે, (૨) દીક્ષા કલ્યાણકના પગલાં છે, ત્યા દીક્ષા લેતાં પંચમુષ્ટિ લોચ કરે છે તેને દેખાય છે. (૩) જન્મ કલ્યાણના પગલાં છે, (૪) ગુરૂના ચણે છે. એવી રીતે અત્રે શ્રીશ્રેયાંસનાથ ભગવાનના ચાર કલ્યાણકે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન થયેલાં છે. અત્રેનો હીસાબ અહીં આજ રહે છે અને તેને વાસ્તે એક મુનીમ રાખવામાં આવ્યો છે. ચંદ્રવતીને હીસાબ ભલુપુરવાલા રાખે છે.
તા.-૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ થી તા.-૧-૨–૨૧, ૨, મલી આઠ દીવસ અત્રે રહી તા. ૩ જી એ સવારે અગીઆર વાગ્યાની ગાડીએ કાશી સ્ટેશનેથી બેસી સાંજે ચાર વાગ્યે અયોધ્યા ઉતર્યા, કાશીમાં તા. ૨૪ મા ને દીવસે શા. ડાહ્યાભાઈ કાળીદળ કાલાવાવાલા વિગેરે તરફથી ટાળી કરવામાં આવી હતી, તથા તા. ૩૧ મી ને દીવસે શા, મંછુ ભાણજી અષ્ટગામવાલા વિગેરે તરફથી ટોળી કરવામાં આવી હતી. વાસણ વગેરેની સવડ પાઠશાળાની ધર્મશાળામાં છે. ઘણા જાત્રાળુઓ અથી અલ્લહબાદ પણ જાય છે.
અલાહબાદ ( પપેશાગામ) કાશીથી અલાબાદ ૧૦૨ માઈલ થાય છે. વચમાં મોગલસરાઈ જંકશન આવે છે. અલાહબાદને શાસ્ત્રમાં પુરતાલ તીર્થ કહે છે, ખદેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org