________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૩૭. બજારમાં મેડા ઉપર રાજા ઉતમચંદજીનું આદેશ્વર ભગવાનનું દહેરાસર છે. પ્રતીમાજી સખ્ત ધાતુની છે. (૩) સુત તેલામાં શ્રીરીખદેવજીનું દહેરાસર છે. પ્રતીમાજી કટીની છે. ત્યા મેડા ઉપર શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. (૪) સુત તલામાં દીપચંદશેઠનું બંધાવેલું શ્રીગેડીપાર્શ્વનાથનું દહેરાસર છે. (૫) નયાઘાટમાં શ્રી આદેશ્વરજીનું દહેરાસર છે. અને ઉપર શ્રી પાર્શ્વનાથને ગભારે છે. (૬) ત્યાઘાટમાં ઉપલા દહેરાસરની જોડે શ્રીશામળીઆ પાર્શ્વનાથનું ઘર દહેરાસર છે અને ઉપર ચામુખજી ત્યાં બાજુમાં શ્રી સુપાર્શ્વનાથને ગભારો છે. (૭) નયાઘાટમાં રામચંદજી ઓશવાડનું મેડા ઉપર શ્રી શાંતીનાથનું ઘર દહેરાસર છે. (૮) ત્યાઘાટમાં શ્રી પાર્શ્વનાથનું દહેરાસર છે, બાજુમાં શ્રીરીખદેવજી ત્યા ઉપર શ્રી સુપાર્શ્વ થતો ગભારે છે. (૯) રામઘાટમાં કુશળચંદજીનું બંધાવેલું શ્રીચિંતામણુ પાર્શ્વનાથનું સૈથી મહેણું દહેરાસર છે. જમણી બાજુએ ગભારામાં શ્રીસહસફણુ પાર્શ્વનાથની મહેદી પ્રતિમાજી છે, તથા જોડે સંપ્રતિ રાજાની ભરાવેલી પ્રતિમાઓ છે, અને તે ડાબી બાજુએ ગભારામાં છે. નીચે ભયરામાં શ્રી ગોડી પાર્શ્વનાથની તથા ચોવીશ તિર્થંકરની પ્રતિમાઓ છે, ઉપર ત્રણ ગભારા છે. અંદરને રસ્તા ભુલભુલામણુને છે. પુજારી સિવાય બધે દર્શન કરવા મુશ્કેલ થઈ પડે છે. - શહેર ગંગા નદીને કિનારે આવેલું છે, તેમ હરવા ફરવાને બગીચાઓ છે. બીજું ખાસ જોવા જેવું અહીંઆ કઈ નથી, પરંતુ વિશ્વનાથનું મંદિર સાધારણ સારું છે, બીજું એક સત્યનારાયણનું પણ મહેણું મંદિર છે.
સિંહપુરી અને ચંદ્રાવતી. કાશીથી સીંહપુરી ૬ માઇલ થાય છે, અને સીંહપુરીથી ચંદ્રાવતી આઠ માઈલ થાય છે. ઠેઠ સુધી પાકી સડક છે, ઘેડાગાડીનું ભાડું માણસ દીઠ રા. લે છે. રસ્તો સીધે ચંદ્રાવતી જવા માટે બે કલાકને છે. પાછા ફરતી વખતે સીંહપુરીના દર્શન કરે છે, ચંદ્રાવતીનું દહેરાસર ગંગા નદીને કિનારે આવેલું છે. જ્યાં આગળ ચંદ્રપ્રભુના ચાર કલ્યાણક ( ચ્યવન, જન્મ, દીક્ષા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org