________________
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, તથા કસબી સાડીઓ, મુગટા, પીતાંબરી વગેરે ઘણું સારું મલે છે. તે ઉપરાંત પીતળના નકસીવાલા દરેક જાતના વાસણ પણ સારા મલે છે. વલી અહીંઆ સેદાને વાસ્તે પરદેશી માણસો પાછળ દલાલે ફર્યા કરે છે. અને અણુજા આદમીને જરૂર પટક્યા શીવાય રહેતો નથી. માટે ખાસ ચેતીને ચાલવાની જરૂર છે. તે ઉપરાંત વેપારીઓ તેલ બેવડું રાખે છે એક ) રૂપિયા ભારને શેર અને ૬૦ રૂપિયા ભારને શેર માટે કોઈપણ માલને ભાવ ઠેરવ્યા પહેલાં એ વાતચીત કરવી. પીતળના લોટા વિગેરે વાસણમાં નીચે લાખ આપે છે, તે નુકશાની માલમ નથી પડતી, માટે એ બાબતમાં ચેકસ સાવચેતી રાખવી. ભેલુંપુરમાં એક દહેરાસર છે તેની વિગતઃ
ધર્મશાળા વચ્ચે શ્રી પાર્શ્વનાથજીનું દહેરાસર છે. ત્યા તેમના ચાર કલ્યાણક (ચવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) ના પગલાં છે. બાજુમાં દાદાજીના પગલાંની જુદી દહેરી છે. અત્રેન હીસાબ અહીંઆના કારખાનામાં રહે છે અને તેને વાસ્તે એક મુનીમ પણ છે. - થોડે છેટે ભદેનીમાં જવું, દહેરાસર એક છે અને તે ગંગા નદીને કીનારે આવેલું છે. શહેરમાંથી આવવાને માટે રામઘાટથી હેડીમાં પણ આવી શકાય છે. નાની સરખી ધર્મશાળા પણ દહેરાસરની બાજુમાં છે
અને દહેરાસરમાં શ્રી સુપાર્શ્વનાથના ચાર કલ્યાણક (ચવન, જન્મ, દીક્ષા અને કવીતાન) ના પગલાં છે. ડાબી બાજુ બે શીખ સંતરાપ મારે છે, તથા જમણી બાજુએ ચણે છે. દહેરાસરની બાંધણી પત્યરની છે અને પાય ઘણો મજબુત લીધેલો છે. આજુ બાજુએ દીગમ્બરના દહેરાસરો છે. શહેરની અંદર બીજા ૯ દહેરાસરે છે, અને તે ગલીઓમાં છે. પુજારી અગર કોઈ ભેમીઆને લઇને જ. વીગત
(૧) પાઠશાળાના મકાનમાં મેડા ઉપર શ્રી પાર્શ્વનાથનું દહેરાસર છે. નીચે પ્રથમ પાઠશાળા હતી પરંતુ હાલ જાત્રાળુઓ ઉતરે છે. અને ઉતરવાનું પણ મેડા ઉપર છે. નીચે લાયબ્રેરી થા મુનીમ રહે છે. (૨) ડેરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org