________________
૨૧
શ્રી તીર્થ વેણને ભક્તિમાળા, જવું. શહેર સાધારણ છે; પણ રેશમી વણાટને વાસ્તે પ્રખ્યાત છે. દહેરાસરજી એક છે, અને તે પંચાયત તરફથી બંધાવવામાં આવ્યું છે. મૂળનાયકજીની પ્રતિમા નેમનાથ ભગવાનની છે.
તા. ૩-૪-૫-૬ સુધી ભલી દીન જ અજીમગંજમાં રહ્યા. અહીં ધોબીની પણ સવડ મળી શકે છે, વલી દરેક જૈન યાત્રીઓને અમારી વિનંતી છે કે અત્રે બાબુ બહાદુરસીંગછ તથા વિજયસીંગજી વિગેરે નામાંકીત ગૃહસ્થની મુલાકાત લેવી. તા. ૭-૧-૨૧ ને દિવસે સવારે દશ વાગ્યાની ગાડીએ બેસી સાંજે સાડા છ વાગે ભાગલપુર ઉતયો. વચમાં નલહટી જંકશને ગાડી બદલવી પડે છે.
ભાગલપુર, શહેર સ્ટેશનથી જ શરૂ થાય છે. શ્વેતામ્બર ધર્મશાલા સ્ટેશનથી લગભગ દશ મીનીટ જેટલે રસ્તે કાપતાં આવે છે, જેમાં દેઢ સમાઈ શકે એવી મેટી જગ્યા છે. ધર્મશાળામાં ગોદડાં વગેરેનું સાધન મથી પરતું વાસણ વિગેરેનું સાધન સાધારણ છે, વધુ વાતે ચાર માઈલ ઉપર આવેલા ચંપાનગરીથી સવડ થઈ શકે છે. ધર્મશાલામાં શ્રીવાસુપુજ્ય સ્વામીનું દહેરાસરજી છે. વળી સાવથ્થી તથા મીથુલા નગરીઓમાં શ્રી સંભવનાથ, શ્રી મલ્લીનાથ, તથા શ્રી નેમીનાથના કલ્યાણકે થયેલાં છે, પણ તે નગરીઓ વિચ્છેદ થવાથી અહીં પગલાં પધારવામાં આવ્યા છે. ચ્યવન, જન્મ, દિક્ષા, તથા કેવળજ્ઞાન મળી બાર કલ્યાણક થયેલાં છે. શહેર મોટું છે. ઢાકાની મલમલનું તરેહ તરેહનું કાપડ ઘણું સારું મળે છે. અહીંથી ચંપાપુરી ચાર માઈલ થાય છે.
ચંપાપુરી.
ભાગલપુરથી ચંપાપુરી જવાને ટાંગાઓ ભલે છે દહેરાસર એક છે અને તે ધર્મશાળામાં છે, ધર્મશાળામાં લગભગ ૧૦૦ માણસ સમાઈ શકે એવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org