________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, મોટો છે. અહીંઆ આગળ રેશમી કાપડ, પીતાંબરી, મુગટ, તારા વગેરે હાથ વણાટના ઘણા ઉતમ મલે છે. બાલાચર શહેર અજીમગજની સામે જ કીનારે છે. દહેરાસરોની વિગત –
(૧) સંભવનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. અહીં પંચાયતી શીખરબંધી દહેરાસર બંધાય છે, પણ તૈયાર થયું નથી. ( ર ) તપગચ્છનું આદેશ્વર ભગવાનનું શીખરબંધી દહેરાસર છે. ( ૩ ) લખપતિ બાબુનું બંધાવેલું વિમળનાથનું દહેરાસર છે. માલ ઉપર ચામુખજીની પ્રતિમાજી છે; તેમ કોટ ઉપર કળશ સેનાના ગ્લીટના છે. ( ૪ ) બાબુ ધનપતિસીંગનું બંધાવેલું આદેશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે. ( ૫ ) બાબુ કીરીચંદ શેઠનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. બાલચરથી લગભગ બે માઈલ ઉપર “ કીતિ બાગ” જવું. અહીં ટાંગા પણ જઈ શકે છે. ભાડું આવવા જવાનું લગભગ રૂ ૧) લે છે, દહેરાસર એક છે અને તે એક મોટા બગીચાની અંદર છે. મુળનાયકજીની પ્રતિમા બે છે. એક સામળીઆ પાર્શ્વનાથની અને બીજી વાસુપુજ્ય ભગવાનની છે; અને બંને પ્રતિમાજી કટીની . માળ ઉપર ચામુખજીની પ્રતિમાજી છે. વલી થોડે છેટે અલાયદા દહેરાની અંદર દાદાજીના પગલાં છે.
મુર્શિદાબાદ. બાલચથી લગભગ દશ માઈલ ઉપર “મુર્શિદાબાદ” આવેલું છે જેનું ઈસ્ટ બેગોલ રેલ્વેમાં સ્ટેશન પણ છે. અહીંઆ દહેરાસર નથી, પણ ગંગા નદીને કિનારે નવાબની કોઠી ખાસ જોવા લાયક છે. ઘેરા ત્રણ ભાઈલને કહેવાય છે. અંદર એક નમાજ પઢવા ને મોટે હેલ છે, અને તેની ઉપર મ્યુઝીબમ જોવા જેવું છે, જેની અંદર ઉતમ કારીગીરીવાળું ફનચર, રાજગાદી વગેરેને હાલ ઉતમ કારીગીરીથી શણગારવામાં આવ્યા છે. અહીંથી વળતી વખતે ૪ માઈલ ઉપર “ કાસીમ બજાર )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org