________________
૧૬
શ્રી તીર્થ વન ભક્તિમાળા, ઉપલા દહેરાસરની બાજુમાં જ એક દહેરાસર છે જેમાં ગુરૂપદનાં પગલાં છે. વલી નજદીક બાંધેલો એક કંડ છે, તેમ બગીચામાં હોવાથી ઠેરઠેર ચાલવાના પાથ બનાવવામાં આવ્યા છે. (૭) શેઠ સુખલાલ ઝવેરીનું બંધાવેલું મહાવીર સ્વામીનું દહેરાસર છે. (૮) શેઠ ભુરાબાબુનું બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. વધુમાં જણાવવાનું કે દાદાવાડીમાં જે ચાર દહેરાસરો છે. તે ખાસ જેવા લાયક, ઉતમ કારીગીરીથી ભરપૂર છે.
( ૧ ) શ્યામાબાઇની ગલીથી લગભગ ૧૦ મીનીટ જેટલે રસ્તે “ રાજેન્દ્ર ભલુક બાગ ” જેવા લાયક છે; જેની અંદર એક સુશોભીત ફર્નીચરેથી શણગારેલો બંગલો છે. વલી બગીચામાં ઝાડ ઉપરાંત જીવતા જાનવરોનું સંગ્રહસ્થાન કરેલું છે, વળી અંદર શીખરજીને નાનું સરખે પહાડ બનાવવામાં આવ્યો છે. (૨) એક બીજો બગીચો જે શહેરથી લગભગ બે માઈલ છેટે છે, જેનું નામ “ ચીડીઆખાનું ” આપવામાં આવ્યું છે, જેની અંદર પણ ઝાડે જીવતા જાનવરે ધણું પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. ગુરૂ અને શુકરવારે બંધ હોય છે. તેમ અંગ્રેજ લેકના તહેવારોને દીવસે રૂ. ૧) ફી લેવામાં આવે છે. આડે દિવસે રૂા. ૧-૧-૦ લે છે. ગ્રામમાં પણ જઈ શકાય છે. ( ૩ ) “ કાળિકા માતાનું મંદીર” પણ પૂજનીય ગણાય છે. (૪) બેટની હાઉસ, ( ૫ ) ગવર્નમેન્ટ લેવી વિગેરે જેવાને માટે વખણાય છે. કલકત્તાને જુદી જુદી લાઈનના જંકશન બે લાગે છે. બેંગેલ નાગપુર રેલ્વેનું જંકશન “ હાઉરા સ્ટેશન ” અને ઈરટર્ન બેંગેલ રેવેનું જંકશન ” સીઆછા સ્ટેશન” કહેવાય છે. અને જંકશનની વચ્ચે ફકત હુગલી નદી આવેલી છે.
અહીંયા તા. ૨૮, તા. ૩૦ તા. ૩૧ તથા તા. ૧-૧-૨૧ ને દીવસ મળી દીન જ રહી તા. ૨ જી એ સવારે આઠ વાગ્યાની ગાડીએ હાઉરા સ્ટેશનેથી બેસી અજીમગંજ ચાર વાગ્યે ઉતર્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org