________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
૧૭
અજીમગંજ. “અજીમગંજ ” ના બે સ્ટેશન છે; “ અજીમગંજ જંકશન ” અને “અજીમગંજ સીટી ” હાઉસ સ્ટેશનથી ઈસ્ટ ઈન્ડીઆ રેવાલા પ્લેટફોર્મ ઉપરથી બેસી જાવાળઓએ “ જંકશન ” ન ઉતરતાં, બીજું સ્ટેશન “સટી એ ઉતરવું, વલી કલકત્તાનું બીજું સ્ટેશન જે “ સીઆલડા ” ઈસ્ટર્ન બેગલ રેલ્વેનું છે, ત્યાંથી પણ અજીમગંજથી સામે કીનારે બે માઇલ ઉપર “ આગજ” કરીને સ્ટેશને ઉતરી જઈ શકાય છે. પહેલા કરતાં બીજે રતે જનારને ભાડું થોડું થાય છે પણ અડચણ વધુ વેઠવી પડે છે. માટે વધારે માણસો હોય તો હાઉ સટેશનેથી જવું સારૂં.
અછમગજમાં ધર્મશાળા એક છે, પરંતુ હેટી બસે માણસો ખુશીથી રહી શકે એવી “ અજીમગજ સીટી ” સ્ટેશનની સામે જ છે. વાસણ બીછાના વગેરેની પણ ઘણી સારી સેઈ છે. રાય બહાદુર બુદ્ધિસીંગજીની બંધાવેલી ધર્મશાળા છે; સામે શાકભાજી સીધુ સામાન વગેરે બધું ભૂલી શકે છે. બાજુમાં ગંગા નદી ” નો પ્રવાહ વહ્યા જાય છે, જગ્યા ઘણી જ રમણીય લાગે છે. વળી અહીંઆ “ રાજા વિજયસીંગજી” ધર્મશાળાથી થોડે દૂર રહે છે, જેઓ ન્યાતે “ વિસા શ્રીમાળી શ્રાવક ” છે અને જેનોની ઉત્તમ લાગણી ધરાવનારા છે. એવણ સાહેબનો બંગલો ગંગા નદીને કિનારે સુશોભિત ફર્નીચરથી સણગારેલો જોવા જેવો છે. અહીંના દહેરાસરનું વર્ણન:-( ૧ ) શાંતિનાથ મહારાજનું દહેરાસર ધર્મશાળાની નજદીક “બાબુ હરખચંદ ગેલેચા ” નું બંધાવેલું છે. મુળનાયકજીની પ્રતિમાજી “કટીની ” છે; વલી રત્ન, લીલમ, માણેક, વિગેરેની પણ પ્રતિમાજી છે, જેમાં રત્નની ૨૭ મુર્તિઓ છે. (૨) આગલ જતાં ધર્મશાળાથી લગભગ દશ મીનિટ જેટલે રસ્તે “ બાબુ ધનપતિસીંગજી ” નું બંધાવેલું સંભવનાથ મહારાજનું દહેરાસર છે, જેની અંદર એક કબાટની અંદર સેનાની, તથા ચાંદીની મુર્તિઓ છે; ઉપર માળ ઉપર ચામુખજીની પ્રતિમાજી છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org