________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૧૩ ચયા એટલે (૪) શ્રી વિમળનાથની દહેરી છે, તેની સામે (૫) શ્રીસુપશ્વનાથની દહેરી છે, (૬) શ્રી મહાવીર સ્વામીની દહેરી છે, (૭) શ્રી શાંતિનાથની દહેરી છે, (૮) શ્રી સુમતિનાથની દહેરી, (૮) શ્રી ધર્મનાથની દહેરી ( ૧૦ ) શ્રી ગૌતમ સ્વામીની દહેરી છે, ત્યાંથી જળ મંદિરે જવાય છે. બાકીની ટુંકે જેને બીજે દિવસે જવું હોય તે નીચે ઉતરી જાય છે. શ્રીૌતમસ્વામીની દોરી સામે ( ૧૧ ) શ્રી કુંથુનાથની દહેરી છે. ( ૧૨ ) શ્રી નેમનાથની, (૧૩) શ્રી અરનાથની દહેરી છે.પછી થોડે આગળ થઈ ઉપર ચઢવું પડે છે. ( ૧૪ ) શ્રી મલ્લિનાથની દહેરી છે. ( ૧૫ ) શ્રી શ્રેયાંસનાથની ( ૧૬ ) શ્રી સુવિધિનાથની દહેરી આવે છે. ( ૧૭ ) શ્રીપદ્મપ્રભુની તથા ( ૧૮ ) શ્રી મુનિસુવ્રત સ્વામીની દહેરી આવે છે. ત્યાંથી નીચાણમાં આગળ જતાં બે રસ્તાઓ આવે છે, એક રસ્તેથી શ્રી ચંદ્રપ્રભુની દહેરીએ જવાય છે, ત્યાં જતાં નીચે ઉતરવું પડે છે, અને પાછું ચયા પછી ( ૧૮ ) શ્રી ચંદ્રપ્રભુની દહેરી છે. ત્યાં દરશન કરી આવ્યા. તે રસ્તે પાછું જઈ આગળ ( ૨૦ ) શ્રી આદિનાથની દેરી આવે છે, ( ૨૧ ) ટેકરી ઉપર શ્રી શીતલનાથની, (૨૨ ) શ્રી સંભવનાથની દેરી આવે છે. ટેકરી નીચે ઉતર્યા એટલે (૨૩) શ્રી વાસુપુજ્યની દહેરી છે, અને ત્યાંથી ઉપર (૨૪) શ્રી અભિનંદનની દહેરી છે. ત્યાંથી દર્શન કરી જળ મંદિરે આવવું. આ પવિત્ર પહાર ઉપર શ્રી આદીશ્વર, વાસુદેવ, નેમિનાથ, અને શ્રી મહાવીર સ્વામી શીવાયનાં ૨• તિર્થંકર હજારો મુનીઓની સાથે સિદ્ધિપદને વર્યા છે. વળી સાગર ચક્રવર્તિ છ ખંડની રાજ્યસિદ્ધિ છેડી સંખ્યાબંધ પરિવાર સાથે આજ સ્થળે મોક્ષે ગયા છે.
ગીરીડીથી મધુબન જતાં પાંચ કોશ ઉપદ બારાકડ કરી ગામ આવે છે. ત્યાં દહેરાસર તથા ધર્મશાળા છે. અહીં મહાવીરસ્વામી ભગવાનને કેવળજ્ઞાન ઉપન્યું હતું આ બારકડ ગામને કાંઠે “ રિજુ વાલિકા” નદી (બારકટ નદી ) વહે છે, તે ઉતરીને સડક રસ્તે મધુવન જવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org