________________
ઉજ
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૪-૧૫ કઈ રીતે કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનની અપરિત્તતા છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે અપરિત્ત છે તે અનંત છે જે પ્રમાણે કેવલજ્ઞાન અપરિત્ત છે માટે અનંત છે. દર્શનની અપરિત્તતા કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરે છે – દ્રવ્ય-ગુણ-કર્મમાં દ્રવ્યત્વ-ગુણત્વ-કર્મત્વ તેટલા જ પ્રમાણમાં સામાન્યરૂપે છે અને સકલ આકાર એવા પર્યાયોમાં સ્વસામાન્ય તેટલા જ પ્રમાણમાં છે; કેમ કે સામાન્ય વિકલ પર્યાયનો અસંભવ છે, તેથી પર્યાય તુલ્ય દ્રવ્યની પણ પ્રાપ્તિ છે. જેમ જગતમાં જેટલા દ્રવ્યો છે તે સર્વમાં દ્રવ્યત્વસામાન્ય પણ તેટલા જ છે જે ગુણો છે તે સર્વ ગુણોમાં ગુણત્વસામાન્ય પણ તેટલા જ છે અને જેટલા કર્મો છેઃક્રિયાઓ છે, તે સર્વ ક્રિયામાં ક્રિયાત્વસામાન્ય પણ તેટલા જ છે; કેમ કે પ્રતિદ્રવ્યાદિમાં દ્રવ્યત્વ આદિ પણ વિશ્રાંત છે તેથી તેટલી જ સંખ્યામાં દ્રવ્યવાદિની પ્રાપ્તિ થાય છે.
આશય એ છે કે પદાર્થ પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ છે તેમાં ઉત્પાદઅંશ, વ્યયઅંશ એ પર્યાય છે અને ધ્રૌવ્યઅંશ એ દ્રવ્ય છે, તેથી પ્રતિસમયમાં જેમ ઉત્પાદ, વ્યય વિદ્યમાન છે તેમ ધ્રૌવ્ય પણ વિદ્યમાન છે તે દૃષ્ટિથી વિચારીએ તો જેટલા પર્યાયો છે તેટલા જ ધ્રૌવ્ય અંશરૂપ દ્રવ્ય છે. માટે જેમ પર્યાય અનંત છે, તેમ પર્યાયોની સાથે તુલ્ય સંખ્યા હોવાથી દ્રવ્ય પણ અનંત છે.
તેને જ સ્પષ્ટ કરવા માટે ટીકાકારશ્રી કહે છે – વિશેષની સાથે તાદાભ્યથી વ્યવસ્થિત એવા દર્શનના વિષયભૂત સામાન્યનું અનંતપણું છે, તેથી દર્શનનું અપરિત્તપણું અસિદ્ધ નથી; કેમ કે ઉત્પાદ-વ્યયરૂપ જે વિશેષ છે તેની સાથે ધ્રૌવ્યઅંશ તાદાભ્યથી વ્યવસ્થિત છે, તેથી જેટલા ઉત્પાદ-વ્યયઅંશો છે તેટલા જ તેની સાથે તાદાભ્યથી વ્યવસ્થિત એવા ધ્રૌવ્યાંશો છે, માટે દર્શનનો વિષય પણ જ્ઞાનના વિષયની જેમ અનંત છે માટે કેવલજ્ઞાન અને કેવલદર્શનના આમંત્યની સિદ્ધિ છે. Il૨/૧૪
અવતરણિકા :
क्रमवादिदर्शने ज्ञानदर्शनयोरपर्यवसितत्वादिकं नोपपद्यत इति यत् प्रेरितमेकत्ववादिना तत्परिहाराWાદઅવતરણિકાર્ચ -
ક્રમવાદીના દર્શનમાં કેવલજ્ઞાન અને કેવવલદર્શન ક્રમસર થાય છે એ પ્રમાણેની ક્રમવાદીની માન્યતામાં, જ્ઞાન-દર્શનનું-કેવલજ્ઞાન-કેવલદર્શનનું, અપર્યવસિતપણું-આદિ ઉપપન્ન થતું નથી એ પ્રમાણે જે એકત્વવાદી દ્વારા=કેવલજ્ઞાન અને કેવલદર્શન એક છે એ પ્રમાણે કહેનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા, પ્રેરિત છે=કથિત છે, તેના પરિહાર માટે કહે છે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા અપાયેલી આપત્તિના પરિવાર માટે ક્રમવાદી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org