________________
૩૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૬-૭
ટીકા :
यथा क्षीणावरणे मतिश्रुताऽवधिमनःपर्यायज्ञानानि जिने न संभवन्तीत्यभ्युपगम्यते तथा तत्रैव क्षीणावरणीये विश्लेषतो ज्ञानोपयोगादन्यदा, दर्शनं न संभवतीत्यभ्युपगन्तव्यम्, क्रमोपयोगस्य मत्याद्यात्मकत्वात् तदभावे तदभावात् ।।२/६।। ટીકાર્ય :
જે પ્રમાણે ફીણાવરણવાળા જિનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંભવતા નથી એ પ્રમાણે સ્વીકારાય છે તે પ્રમાણે તે જ ક્ષીણાવરણીયમાં=શીણાવરણવાળા એવા જિતમાં જ, વિશ્લેષથી=જ્ઞાન ઉપયોગથી અચદા, દર્શન સંભવતું નથી એ પ્રમાણે સ્વીકારવું જોઈએ; કેમ કે ક્રમઉપયોગનું મતિ આદિ આત્મકપણું હોવાથી તેના અભાવમાં=મતિ આદિ આત્મક જ્ઞાનના અભાવમાં, તેનો અભાવ છે=ક્રમઉપયોગનો અભાવ છે. ll૨/૬ ભાવાર્થ :
ગાથા-૪માં આગમવચનથી કેવલજ્ઞાન-કેવલદર્શ ક્રમિક નથી તેનું સ્થાપન કર્યું, ગાથા-પમાં અનુમાન પ્રમાણથી કેવલજ્ઞાન અને કેવલદર્શન ક્રમિક નથી તેનું સ્થાપન કર્યું. હવે દૃષ્ટાંતથી કેવલજ્ઞા અને કેવલદર્શન ક્રમિક નથી એ સ્થાપન કરે છે –
જે પ્રમાણે ફીણાવરણવાળા જિ હોય ત્યારે તે જિન કેવલજ્ઞાનવાળી અવસ્થાવાળા હોય છે અને તે અવસ્થામાં મતિ આદિ ચાર જ્ઞાનનો ઉપયોગ સંભવતો નથી એ પ્રમાણે શાસ્ત્રકારો સ્વીકારે છે તે પ્રમાણે ક્ષીણઆવરણવાળા એવા કેવલીને જ્ઞાનઉપયોગથી અન્યકાળમાં દર્શન સંભવતું નથી એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. કેમ જ્ઞાન ઉપયોગકાળથી અન્યકાળમાં કેવલીને દર્શન ઉપયોગ સંભવતો નથી ? તેમાં યુક્તિ આપે છે -
ક્રમઉપયોગ મતિજ્ઞાન આદિ આત્મક છે એ પ્રમાણે વ્યાપ્તિ છે. કેવલીને જેમ મતિજ્ઞાન આદિ નથી તેમ ક્રમઉપયોગ પણ નથી. માટે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એક કાળમાં સંભવે છે. અન્યકાળમાં સંભવતો નથી. ૨/કા અવતરણિકા -
न केवलं क्रमवादिनोऽनुमानविरोधः आगमविरोधोऽपीत्याह - અવતરણિકાર્ય :
ક્રમવાદીના મતે ફક્ત અનુમાનનો વિરોધ નથી, આગમનો પણ વિરોધ છે, એને કહે છે – ભાવાર્થ :ગાથા-વમાં દૃષ્ટાંતથી કહ્યું કે કેવલીને વિશ્લેષણથી દર્શન સંભવતું નથી તેના દ્વારા ક્રમિક ઉપયોગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org