________________
૩૦.
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૫ દેખાય છે, એથી અનેકાતિક હેતુ છેeગ્રંથકારશ્રીએ કરેલા અનુમાનમાં બતાવેલો હેતુ અનેકાતિક છે. એમ ન કહેવું; કેમ કે મૃત આદિમાં ક્ષીણ આવરણરૂપ હેતુનો અભાવ છે. કેમ શ્રુત આદિમાં ક્ષીણઆવરણત્વરૂપ હેતનો અભાવ છે ? તેથી કહે છે – શ્રત આદિનું ક્ષીણ-ઉપશાંત આવરણપણું છે.
આ રીતે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં થાય છે તેમ અનુમાનથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે જેમ કેવલજ્ઞાન સર્વ પર્યાયોને પ્રકાશન કરે છે તેમ કેવલદર્શન સર્વ દ્રવ્યને પ્રકાશન કરે છે. માટે જો એક કાળમાં બંને થતા હોય તો તે બંને એક જ છે તેમ માનવા જોઈએ. આ પ્રકારની શંકાના નિવારણ અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
વળી, શ્રુતજ્ઞાનની અને અવધિજ્ઞાનની જેમ ભિન્ન આવરણપણું હોવાથી જ=કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું ભિન્ન આવરણપણું હોવાથી જ, એકાંતથી કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું એકત્વ નથી. કઈ અપેક્ષાએ એકાંતથી એકત્વ નથી ? એથી કહે છે – જ્ઞાન-દર્શનનું એક કાળમાં ઉભય અભ્યપગમવાદથી જ એકત્વ નથી. પર/પા. ભાવાર્થ :
કેવલીને કેવલજ્ઞાનાવરણના ક્ષયથી જે પ્રમાણે કેવલજ્ઞાન થાય છે તે પ્રમાણે કેવલદર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન પણ ત્યારે જ વર્તે છે માટે કેવલી કેવલજ્ઞાનના બળથી સર્વ પદાર્થોને જાણે છે અને કેવલદર્શનના બલથી ત્યારે જ સર્વ દ્રવ્યોને જુએ છે, એમ સ્વીકારવું જોઈએ.
એક કાળમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ કેમ છે ? તેમાં યુક્તિ આપે છે –
અવિકલકારણ હોતે છતે કાર્યની અનુત્પત્તિ યુક્ત નથી અર્થાત્ જેમ કેવલજ્ઞાનની પ્રાપ્તિકાળમાં કેવલજ્ઞાનાવરણના ક્ષયના કારણે કેવલજ્ઞાનનો ઉપયોગ વર્તે છે તે કાળમાં જ કેવલદર્શનાવરણનો ક્ષય હોવાથી કેવલદર્શનની પણ ઉત્પત્તિ થવી જોઈએ; કેમ કે બન્નેના કારણો અવિકલ વિદ્યમાન છે. જો કેવલજ્ઞાનનું આવરણ ક્ષય થયું છે તેમ કેવલદર્શનનું આવરણ ક્ષય થયું હોવા છતાં તે સમયમાં કેવલદર્શનનો ઉપયોગ નથી તેમ સ્વીકારવામાં આવે તો કેવલદર્શનાવરણના ક્ષયનું કાર્ય કેવલદર્શન નથી તેમ માનવાનો દોષ આવે. વળી કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં કેવલદર્શનનો ક્ષય હોવા છતાં કેવલદર્શન નથી તેમ સ્વીકારવામાં આવે તો બીજી ક્ષણમાં પણ કેવલદર્શનનો ક્ષય સમાન હોવા છતાં પણ કેવલદર્શનની અનુત્પત્તિની પ્રસક્તિ છે; કેમ કે બીજી ક્ષણમાં કેવલદર્શનની ઉત્પત્તિ પ્રત્યે કેવલદર્શનાવરણના ક્ષયથી અન્ય કોઈ કારણ નથી, જેના કારણે એમ કહી શકાય કે કેવલદર્શનના આવરણનો ક્ષય થયેલ હોવા છતાં તે અન્ય કારણના અભાવને કારણે કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શન નથી, માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ એક જ કાળમાં વર્તે છે, કમસર ઉપયોગ વર્તતો નથી, એમ માનવું જોઈએ.
વળી અનુમાન પ્રમાણથી ટીકાકારશ્રી કેવલજ્ઞાનના કાળમાં કેવલદર્શન છે, તે સ્પષ્ટ કરે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org