________________
૧૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨
પણ=વિશેષ આકારવાળો પણ, છે. જ્યારે વિશેષરૂપપણાથી આત્મા પ્રાપ્ત થાય છે=જ્યારે દર્શનના ઉત્તરભાવી વિશેષ બોધરૂપપણાથી આત્મા પ્રાપ્ત થાય છે, ત્યારે સામાન્ય સ્વભાવને નહીં ત્યાગ કરતો જ વિશેષરૂ૫પણાથી થાય છે. વિશેષ આકાર શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અને વિશેષાકાર વિશેષ અવગમ સ્વભાવવાળું જ્ઞાન છે. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે –
સામાન્ય પર્યાલોચનરૂપ દર્શનમાં પ્રવૃત્ત પણ આત્મા ઉપાdજ્ઞાનાકારવાળો છે. દિ=જે કારણથી, વિશિષ્ટ રૂપ વગર સામાન્ય સંભવતું નથી. એને જ કહે છે–સામાન્ય પર્યાલોયત કાલમાં પણ પ્રવૃત્તિ એવો પુરુષ ઉપાત જ્ઞાનાકારવાળો છે એને જ કહે છે, ઓપશમિકાદિ ભાવને આશ્રયીને=ઔપશમિક, સાયિક, સાયોપથમિક આદિ ભાવોને આશ્રયીને વિશેષરૂપપણું હોવાના કારણે=દર્શનઉપયોગકાળમાં પણ ઓપશમિકાદિ ભાવોને આશ્રયીને વિશેષરૂપપણું હોવાના કારણે અર્થાત્ ઔપશામક, સાયિક, સાયોપથમિક અને આદિપદથી પ્રાપ્ત ઔદયિકભાવોને આશ્રયીને દર્શનઉપયોગમાં પણ વિશેષરૂપપણું ગૌણપણે હોવાના કારણે, જ્ઞાનસ્વભાવ હોવાથી વિશિષ્ટ રૂ૫ વગર સામાન્ય સંભવતું નથી. માટે સામાન્ય પર્યાલોચનરૂપ દર્શનમાં પ્રવૃત્ત પણ પુરુષ ઉપારજ્ઞાનાકારવાળો છે, એમ અવય છે.
વળી જ્ઞાનમાં=જ્ઞાનના ઉપયોગવાળા કાળમાં વૈપરીત્ય છે–સામાન્યરૂપતાને પ્રાપ્ત કરે છે વિશેષ રૂપવાળો છતો એવો તે આત્મા સામાન્યરૂપ પણ થાય છે. કેમ જ્ઞાનના ઉપયોગ કાળમાં સામાન્યરૂપ છે ? એથી કહે છે –
જે કારણથી વિશેષ વિકલ એવું સામાન્ય નથી; કેમ કે વસ્તુપણું છે શિવકાદિ વિકલ મૃદુ દ્રવ્યની જેમ=જેમ શિવકાદિ વિકલ મૃદુ દ્રવ્ય નથી તેમ વિશેષવિકલ સામાન્ય નથી અથવા સામાન્ય વિકલ વિશેષ નથી; કેમ કે અસામાન્યપણું હોવાથી મૃદુત્વ રહિત શિવકાદિની જેમ=જેમ મૃત્વ રહિત શિવકાદિ નથી તેમ, સામાન્ય વિકલ વિશેષો નથી. ૨/રા
જ્ઞાનસ્વમાવા વૈપરીત્વ' એ પ્રકારનું વચન ટીકામાં છે ત્યાં “જ્ઞાનસ્થમવા' પછી ગાથા પ્રમાણે “રાને તુ' શબ્દ જોઈએ. તેથી ‘જ્ઞાનસ્વવત્ જ્ઞાને તુ વૈપરીચં’ એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ
માટી દ્રવ્યથી ઘટ નિષ્પન્ન થાય છે. માટીમાંથી ઘટ નિષ્પન્ન થાય છે ત્યારે માટીની સ્થાસ, કોશ આદિ અનેક અવસ્થાઓ પ્રાપ્ત થાય છે, તે સર્વ વિશેષ અવસ્થાઓમાં અનુગત માટીદ્રવ્ય છે, તેથી માટી સામાન્ય છે અને સ્થાસ, કોશ આદિ સર્વ વિશેષ છે. વળી જ્યારે માટી સ્થાસ આદિ વિશેષ અવસ્થાને પામેલ નથી ત્યારે પણ પિંડ અવસ્થાવાળી છે, તેથી સામાન્ય અવસ્થાવાળી માટી પણ પિંડ અવસ્થારૂપ વિશેષ વગરની કેવલ નથી અને સ્થાન આદિ ઉત્તરભાવી સર્વ વિશેષ અવસ્થામાં પણ સામાન્ય એવી માટી છે જે તે પ્રમાણે દર્શનમાં પણ વિશેષાંશ નિવૃત્ત નથી અર્થાત્ દર્શનસ્થાનીય માટી અવસ્થામાં પણ જેમ પિંડઅવસ્થા વગર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org