________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩૦
૧૧૩
અવગ્રહ દર્શન છે, પાછળના ઈહાદિ જ્ઞાન છે. અને તે બેનો ત્યાં=જ્ઞાનમાં, અંતર્ભાવ છે એ પ્રમાણે કહેવું શક્ય નથી, કેમ કે આનું અવગ્રહદર્શન-હાદિ જ્ઞાન અને તે બેનો આભિતિબોધમાં અંતર્ભાવએ પ્રકારના કથનનું, કથંચિત્ ભેદ તિબંધનપણું છે,
અહીં પૂર્વપક્ષી કહે કે દર્શન અને જ્ઞાન એ અપેક્ષાએ ભેદ છે અને દર્શન અને જ્ઞાન-બંને આભિનિબોધરૂપ છે, તે અપેક્ષાએ અભેદ છે માટે એકાંત અભેદની પ્રાપ્તિ થશે નહીં. તેના નિવારણ માટે કહે છે –
આત્મરૂપપણાથી=દર્શન અને જ્ઞાન બંને આત્માનું સ્વરૂપ હોવાથી, તે બેનો=દર્શન અને જ્ઞાનનો, અભેદ સ્વીકારાય જ છે (માટે દર્શન અને જ્ઞાનનો આભિતિબોધ જ્ઞાનસ્વરૂપે અભેદ સ્વીકારી શકાય નહીં)
અને એક જ મતિજ્ઞાનનો ઉભય મધ્યે પાત હોવાથી=દર્શન અને જ્ઞાન-બંનેમાં પાત હોવાથી, ઉભયનો વ્યપદેશ છે=એક જ મતિજ્ઞાનને અવગ્રહ અપેક્ષાએ દર્શન અને ઈટાદિ અપેક્ષાએ જ્ઞાન-એમ ઉભયનો વ્યપદેશ છે, એમ ન કહેવું કેમ કે અવગ્રહનું દર્શનપણું હોતે છતે અવગ્રહાદિ ધારણાપર્યંત મતિજ્ઞાન છે, એ કથનની વ્યાતિ છે=એ કથનનો વિરોધ છે. અથવા તેનું અદર્શનપણું હોતે છતે અવગ્રહનું અદર્શનપણું હોતે છતે=અવગ્રહાદિ ધારણાપર્યત મતિજ્ઞાન સ્વીકારવા માટે અવગ્રહનું અદર્શનપણું સ્વીકારાયે છતે, અવગ્રહમાત્ર દર્શન છે એ પ્રકારના કથનનો વિરોધ છે. અને તેના વ્યતિરેકથી જ્ઞાનના વ્યતિરેકથી દર્શનનો અભ્યાગમ કરાય છતે અર્થાત્ જ્ઞાનથી ભિન્ન દર્શન નહીં સ્વીકારાયે છતે આગમવિરોધ છે; (કેમ કે આગમ આઠ પ્રકારના જ્ઞાનને અને ચાર પ્રકારના દર્શનને સ્વીકારે છે) અથવા તેના અભ્યપગમમાં જ્ઞાનથી ભિન્ન દર્શનના સ્વીકારમાં અઠ્ઠાવીસ ભેટવાળા મતિજ્ઞાનથી વ્યતિરિક્ત દર્શનનો સ્વીકાર હોવાથી પ્રસ્થ અવસ્થામાં જ્ઞાન જ દર્શન છે એમ કેમ કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહીં. વળી, કેવલી અવસ્થામાં ક્ષીણ આવરણવાળા આત્માનું નિત્ય ઉપયુક્તપણું હોવાથી સદા જ દર્શન અવસ્થા છે; કેમ કે વસ્તુના અવગમરૂપ વર્તમાન પરિણતિથી પૂર્વે તે પ્રકારના અનવબોધરૂપત્વનો અસંભવ છે=જેઓ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ ક્રમસર સ્વીકારે છે, તેઓના કથન અનુસાર કેવલદર્શનના કાળમાં વસ્તુના અવગમરૂપ જે વર્તમાન પરિણતિ છે, તેનાથી પૂર્વે જે કેવલજ્ઞાનનો ઉપયોગ છે તે કાળમાં કેવલદર્શનના અનવબોધરૂપત્વનો અસંભવ છે. અથવા તેવા પ્રકારના જ્ઞાનવિકલ અવસ્થાનો સંભવ હોતે છતે=કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનથી થતા બોધથી વિકલ અવસ્થાનો સંભવ હોતે છતે, પામ્ અને ઈતર પુરુષના અવિશેષનો પ્રસંગ આવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે અકેવલી છે તે અને તેનાથી ઇતર એવા જે કેવલી છે તે બેતો અવિશેષ સ્વીકારવાનો પ્રસંગ આવે, તેથી કેવલી અવસ્થામાં સદા દર્શન અવસ્થા છે તેથી, યુગપજ્ઞાનદર્શનઉપયોગદ્વયાત્મક એક ઉપયોગરૂપ કેવળ અવબોધ સ્વીકારવો જોઈએ. એ પ્રકારનો સૂરિજીનો અભિપ્રાય છે. ૨/૩૦I
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org