SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૭ અન્વયાર્થ : છે૩મયે છ સ્થોને, મફયUTUનિમિત્તો મતિશ્રુતજ્ઞાનનિમિત્ત, સત્યવર્તમ દોડું અર્થનો ઉપલભ્ય છે, તેસિંગતે બેમાંથી=મતિશ્રુત-તે બેમાંથી, યષિ વિકએકતરમાં પણ, ન સf=દર્શન નથી, હંસ તો (તેથી) દર્શન ક્યાંથી હોય ? અર્થાત્ દર્શન નથી. અર/૨૭ ગાથાર્થ - છદ્મસ્થોને મતિશ્રુતજ્ઞાનનિમિત અર્થનો ઉપલભ્ય છે. તે બેમાંથી=મતિશ્રત-તે બેમાંથી, એકતરમાં પણ દર્શન નથી. તેથી દર્શન ક્યાંથી હોય? અર્થાત્ દર્શન નથી. ll૨/૨૭ના ટીકા : मतिश्रुतज्ञाननिमित्तश्छद्मस्थानामर्थोपलम्भ उक्त आगमे, तयोरेकतरस्मिन्नपि न दर्शनं संभवति न तावदवग्रहो दर्शनं तस्य ज्ञानात्मकत्वात् ततः कुतो दर्शनम्? नास्तीत्यर्थः, अस्पृष्टेऽविषये चार्थे ज्ञानमेव दर्शनं नान्यदिति प्रसक्तम् ।।२/२७।। ટીકાર્ચ - મતશ્રુતજ્ઞાન..... પ્રસન્ | મતિ-શ્રુતજ્ઞાનનિમિત્ત છદ્મસ્થોને અર્થનો ઉપલભ્ય આગમમાં કહેવાયો છે. તે બેમાંથી=મતિ-શ્રુત તે બેમાંથી, એકતરમાં પણ દર્શનનો સંભવ નથી. કેમ સંભવ નથી ? તેથી કહે છે – અવગ્રહ દર્શન નથી; કેમ કે તેનું જ્ઞાનાત્મકપણું છે તેથી દર્શન ક્યાંથી હોય? અર્થાત્ દર્શન નથી. અસ્પૃષ્ટ, અવિષય અર્થમાં જ્ઞાન જ દર્શન છે, અન્ય નહીં – એ પ્રમાણે પ્રસક્ત છે=પ્રાપ્ત છે. li૨/૨૭ ભાવાર્થ : ગાથા-૨૫માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું કે, અસ્પષ્ટ અને અવિષય અર્થમાં જ્ઞાન છે તે દર્શન છે. તેથી વસ્તુના ઉપલક્ષ્મરૂપ જ્ઞાન જ જ્યારે અસ્પષ્ટ અને અવિષય હોય ત્યારે ‘દર્શન' શબ્દ વાચ્ય બને છે. તે કથનને પ્રસ્તુત ગાથામાં યુક્તિથી સ્પષ્ટ કરે છે. મતિશ્રુતજ્ઞાનનિમિત્ત છબસ્થ જીવને ઘટાદિ બાહ્ય પદાર્થરૂપ અર્થનો ઉપલભ્ય થાય છે; કેમ કે ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થાય છે ત્યારે મતિનો અવગ્રહરૂપ બોધ થાય છે. ત્યારપછી શબ્દને અવલંબીને જે ઈહા આદિ થાય છે તે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે તેથી “ઘટ છે', પટ છે' ઇત્યાદિ જે અર્થનો ઉપલભ્ય થાય છે, તે સર્વ મતિજ્ઞાનના અને શ્રુતજ્ઞાનના નિમિત્તથી થાય છે અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, બંનેમાંથી એકમાં પણ દર્શન સંભવતું નથી; કેમ કે પદાર્થના ઉપલક્ષ્મનો પ્રારંભ અવગ્રહથી થાય છે અને અવગ્રહ દર્શન નથી તે ગ્રંથકારશ્રીએ સ્વયં ગાથા-૨૩, ૨૪માં સ્પષ્ટ કરેલ તેથી જ્ઞાનથી અતિરિક્ત દર્શન નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy