________________
૧૦૩
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૬-૨૭ જાણ્યા પછી અનુમાન કરે છે કે “ઘટના ચિંતવનકાળમાં મારા મનોવર્ગણાના પદગલો આવા આકારવાળા છે, તેવા જ આકારવાળા પરના મનોવર્ગણાના પુદ્ગલો છે માટે તેણે ઘટનું ચિંતવન કર્યું છે.” તે વખતે પોતાનો મનોવિકલ્પનો આકાર સ્પષ્ટ અર્થને ગ્રહણ કરનાર છે; કેમ કે મન:પર્યવજ્ઞાનીના ઘટના આકારને પરિણમન પામેલા મનોવર્ગણાના પુદ્ગલો પોતાના આત્મપ્રદેશને સ્પર્શેલા છે અને ઘટનું ચિંતવન કરતા પરના મનોવર્ગણાના પુદ્ગલો અસ્પષ્ટ અર્થવાળા છે. તેથી પરના અને પોતાના મનોવિકલ્પના આકારને ગ્રહણ કરીને વિચારીએ તો તે મનોવિકલ્પના આકારરૂપ પગલો ઉભયરૂપ છે તોપણ છાબસ્થિક ઉપયોગ પરિપૂર્ણ વસ્તુનો ગ્રાહક નથી. તેથી જે વખતે મન:પર્યવજ્ઞાની અનુમાન કરે છે તે વખતે પોતાના મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે ત્યારે મન:પર્યવજ્ઞાન સામેના પુરુષના મનોવર્ગણાના ચિંતવન કરાતા ઘટાદિ અર્થને ગ્રહણ કરતું નથી કે સામેના પુરુષના મનોવર્ગણાના પુગલોને પણ ગ્રહણ કરતું નથી અને પોતાના ચિંતવન કરાયેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેના ઉત્તરમાં જ્યારે પરના ચિંતવનના મનોદ્રવ્યને ગ્રહણ કરે છે ત્યારે મન:પર્યવજ્ઞાન પોતાના મનોદ્રવ્યને ગ્રહણ કરતું નથી, કેમ કે છાબસ્થિક ઉપયોગ એકકાળમાં પરિપૂર્ણ વસ્તુને ગ્રહણ કરી શકે નહીં તેથી મન:પર્યવજ્ઞાનને દર્શનના ઉપયોગનો સંભવ નથી.
આશય એ છે કે પોતાના મનોદ્રવ્યને જોઈને મન:પર્યવજ્ઞાની જ્યારે અનુમાન કરે છે ત્યારે પોતાના મનોદ્રવ્ય અસ્પષ્ટ અર્થવાળા નથી. માટે મન:પર્યવજ્ઞાન દર્શન નથી અને પોતાના મનોદ્રવ્યને જોયા પછી તેના દ્વારા પરકીય મનોદ્રવ્યથી ચિંતવન કરાયેલા ઘટપટાદિ અર્થનો નિર્ણય કરે છે ત્યારે પરકીય મનોદ્રવ્ય વિકલ્પાત્મક હોવાથી દર્શન નથી માટે મન:પર્યવજ્ઞાનને દર્શન ઉપયોગનો અસંભવ છે. ર/૨કા
અવતરણિકા :
જિગ્યું –
અવતરણિકાર્ય :
વળી, ગાથા-૨૫માં કહ્યું કે અસ્પષ્ટ અને અવિષયમાં મતિજ્ઞાનવિષયક દર્શન છે. ત્યાં કહેલ કે અસ્પષ્ટ અને અવિષયભૂત અર્થમાં વર્તતું જ્ઞાન જ દર્શન છે. તેથી જ્ઞાનથી અતિરિક્ત દર્શન નથી તે સ્પષ્ટ કરવા અર્થે “શિષ્યથી સમુચ્ચય કરતાં કહે છે –
ગાથા :
मइसुयणाणणिमित्तो छउमत्थे होइ अत्थउवलंभो । एगयरम्मि वि तेसिं ण दंसणं दंसणं कत्तो? ।।२/२७ ।।
છાયા :
मतिश्रुतज्ञाननिमित्तः छद्मस्थानां भवत्यर्थोपलम्भः । एकतरस्मिन्नपि तयोर्न दर्शनं दर्शनं कुतः ।।२/२७।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org