________________
૯૫
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪
અહીં પ્રશ્ન થાય કે “તત્ત્વાર્થ સૂત્ર'માં જ્ઞાનના આઠ ભેદ કહ્યા અને દર્શનના ચાર ભેદ કહ્યા તે વચનથી અવગ્રહને દર્શન સ્વીકારવામાં કેમ વિરોધ પ્રાપ્ત થાય ? તેનું તાત્પર્ય એ છે કે જ્ઞાનના આઠ ભેદમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન છે. તેમાંથી જે મતિજ્ઞાન છે તે મતિજ્ઞાનના ભેદરૂપ જ અવગ્રહનો બોધ છે; કેમ કે તત્ત્વાર્થસૂત્રમાં તે મતિજ્ઞાનોના કુલ ૨૮ ભેદો બતાવ્યા છે તેમાં અવગ્રહનું પણ ગ્રહણ છે. છતાં તે અવગ્રહરૂપ મતિજ્ઞાનને દર્શનરૂપે સ્વીકારીએ તો જ્ઞાનના આઠ ભેદથી પૃથક્ દર્શનના ચાર ભેદો છે એ પ્રકારનું તત્ત્વાર્થસૂત્રનું વચન સંગત થાય નહીં માટે મતિજ્ઞાનના અવગ્રહરૂપ ભેદને દર્શન સ્વીકારી શકાય નહીં એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. વળી, ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને અન્ય દોષ આપતાં કહે છે –
આ રીતે ચક્ષુજન્ય મતિજ્ઞાનના અવગ્રહમાં પૂર્વપક્ષીએ દર્શન સ્વીકાર્યું અને “ઘટ’ એ પ્રકારના બોધને જ્ઞાન સ્વીકાર્યું એ રીતે, શેષ ઇન્દ્રિયોમાં પણ અવગ્રહ જ દર્શન પ્રાપ્ત થાય અને એમ સ્વીકારવામાં આવે તો પાંચેય ઇન્દ્રિયોના મતિજ્ઞાનને જ દર્શન સ્વીકારવાની આપત્તિ આવે અને તે યુક્ત નથી; કેમ કે “તત્ત્વાર્થ સૂત્રમાં જ્ઞાનના આઠ ભેદ અને દર્શનના ચાર ભેદના વચન સાથે વિરોધ આવે અર્થાત્ તત્ત્વાર્થસૂત્રમાં મતિજ્ઞાનના ૨૮ ભેદો બતાવ્યા છે તેમાં પાંચ ઇન્દ્રિયોમાં અવગ્રહનું ગ્રહણ છે, છતાં તે અવગ્રહને દર્શન કહીએ તો સૂત્રમાં આઠ જ્ઞાનના અને ચાર દર્શનના ભેદો કહ્યા છે તેની સાથે વિરોધ આવે.
અહીં પૂર્વપક્ષી કહે કે, શ્રોત્રાદિમાં અવગ્રહરૂપ દર્શન થવા છતાં તે જ્ઞાન જ છે; કેમ કે ગાથા-૨૪માં ‘જ્ઞાનમાત્ર છે તેમ કહ્યું. ત્યાં “માત્ર’ શબ્દથી દર્શનનો વ્યવચ્છેદ છે. તેથી શ્રોત્રાદિ ઇન્દ્રિયોમાં વર્તતું અવગ્રહ દર્શન નથી પરંતુ જ્ઞાન જ છે. કેમ શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું અવગ્રહ દર્શન નથી ? તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે કે આગમમાં ‘શ્રોત્રજ્ઞાન” એ પ્રકારે વચન ઉપલબ્ધ થાય છે. પરંતુ “શ્રોત્રદર્શન”, “ઘાણદર્શન' ઇત્યાદિ વ્યપદેશ ક્યાંય પ્રાપ્ત થતો નથી માટે શ્રોત્રાદિના અવગ્રહને દર્શન સ્વીકારવાની આપત્તિ આવશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે –
તો પછી ચક્ષુમાં પણ તે પ્રમાણે સ્વીકારવું જોઈએ અર્થાત્ ચક્ષુઇન્દ્રિયનો અવગ્રહ છે, તે ચક્ષુજ્ઞાન છે. પરંતુ ચક્ષુદર્શન નથી તેમ સ્વીકારવું જોઈએ અને પૂર્વપક્ષીએ ગાથા-૨૧માં કહ્યું એ પ્રમાણે ચક્ષુઇન્દ્રિયમાં થતા અવગ્રહને દર્શન સ્વીકારે તો શ્રોત્રાદિ ઇન્દ્રિયમાં પણ થતા અવગ્રહને દર્શનરૂપે સ્વીકારવું જોઈએ. આ પ્રકારની ગ્રંથકારશ્રીએ અતિવ્યાપ્તિ બતાવેલ છે અર્થાત્ જો પૂર્વપક્ષી ચક્ષુઇન્દ્રિયના અવગ્રહને દર્શન સ્વીકારે તો શાસ્ત્રમાં ધ્રાણેન્દ્રિયાદિમાં દર્શન સ્વીકારેલ નથી ત્યાં પણ પૂર્વપક્ષીને દર્શન સ્વીકારવાની આપત્તિ આવે એ રૂ૫ અતિવ્યાપ્તિ બતાવેલ છે.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાન અને દર્શન પદાર્થના ઉપલક્ષ્મરૂપ હોય તો તે બેના અવિશેષનો પ્રસંગ છે. તેથી જ્ઞાન અને દર્શન એ પ્રકારે જુદા ભેદો શાસ્ત્રમાં કેમ કર્યા છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, આ સ્વરૂપથી=જ્ઞાનદર્શનનો જે પ્રકારનો સ્વરૂપભેદ છે તે પ્રકારના સ્વરૂપથી, જ્ઞાનદર્શનના સ્વભાવનો ભેદ હોવાથી જ્ઞાનદર્શનનો ભેદ છે. 1ર/૨૩-૨૪ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org