________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૧
તેનો વિષય દ્રવ્ય અને પર્યાયરૂપ છે. તે અપેક્ષાએ અનેકરૂપ પણ છે તે કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે -
કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો ક્રમસર ઉપયોગ સ્વીકારનાર પક્ષ છબસ્થને જે મતિજ્ઞાન થાય છે તેમાં અવગ્રહમાત્રને દર્શન કહે છે અને અવગ્રહાદિના ક્રમથી ઘટનો બોધ થાય છે તેને જ્ઞાન કહે છે. તે પ્રમાણે વિચારીએ તો અવગ્રહથી માંડીને ઘટના બોધ સુધી મતિજ્ઞાનનો એક ઉપયોગ છે અને અવગ્રહકાળમાં કોઈ પર્યાયના સ્પર્શ વગરનું ‘આ’ કે ‘તે' એ પ્રકારના વ્યપદેશ વગરનો સામાન્ય બોધ વર્તે છે અને “આ ઘટ છે' એ પ્રકારના નિર્ણયકાળમાં અન્ય પદાર્થથી પૃથકુ એવો ઘટવિષયક બોધ વર્તે છે તેથી તે મતિજ્ઞાનનો ઉપયોગ જેમ, ઉપયોગરૂપે એક છે અને તે ઉપયોગના વિષયભૂત અવગ્રહનો બોધ સામાન્યરૂપ છે અને ઘટનો બોધ વિશેષરૂપ છે. તેમ, કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ ઉપયોગસ્વરૂપે એક ઉપયોગ છે અને તે ઉપયોગના વિષયભૂત જે દ્રવ્ય અને પર્યાય છે, તેને આશ્રયીને કેવળજ્ઞાન અને કેવળદર્શન અનેકરૂપતાવાળું છે.
અહીં ટીકામાં કહ્યું કે, જે પ્રમાણે મતિજ્ઞાનમાં છે તે પ્રમાણે કેવળજ્ઞાનમાં પણ એટલો જ વિશેષ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ મતિજ્ઞાનમાં અવગ્રહરૂપ દર્શનનો અને ‘ઘટ’ એ પ્રકારના નિર્ણયરૂપ જ્ઞાનનો ભેદ છે એટલો જ ભેદ કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં છે, અન્ય કોઈ ભેદ નથી.
અહીં પ્રશ્ન થાય કે, મતિજ્ઞાનમાં જેટલો ભેદ છે એટલો જ ભેદ કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં છે તેમ કેમ કહી શકાય ? તેથી ટીકાકારશ્રી કહે છે –
કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો એકાંત ભેદ પક્ષ અને એકાંત અભેદ પક્ષ સ્વીકારવામાં આવે તો એકાંત ભેદ સ્વભાવવાળા અથવા એકાંત અભેદ સ્વભાવવાળા કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પૂર્વમાં કહેલ દોષોનો પ્રસંગ છે માટે કેવળજ્ઞાનનો અને કેવળદર્શનનો એકાંત ભેદ કે એકાંત અભેદ સ્વીકારી શકાય નહીં.
મતિજ્ઞાનનું દૃષ્ટાંત આપ્યું તેવો જ કથંચિત્ ભેદ અને કથંચિ અભેદ છે તે સ્પષ્ટ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે –
જેમ મતિજ્ઞાનમાં અવગ્રહથી માંડીને ઘટનો બોધ થાય છે તે અજહદવૃત્તિથી એકરૂપ છે અર્થાત્ અવગ્રહથી માંડીને “આ ઘટ છે” તેવા નિર્ણય સુધીના અંતર્મુહૂર્ત કાળ સુધીનો એક ઉપયોગ છે તોપણ અવગ્રહને આશ્રયીને ‘આ દર્શન છે' અને “ઘટ છે' એ પ્રકારના નિર્ણયને આશ્રયીને “આ જ્ઞાન છેએ પ્રકારનો વ્યપદેશ થાય છે. તેથી તે મતિજ્ઞાનનો ઉપયોગ પણ કથંચિત્ એકઅનેકાત્મક પ્રાપ્ત થાય છે અર્થાત્ અજહદવૃત્તિથી એક ઉપયોગ છે માટે એકરૂપ છે, જ્યારે અવગ્રહ સામાન્ય બોધરૂપ છે અને નિર્ણય વિશેષ બોધરૂપ છે માટે અનેકાત્મક છે અને જો એ બેનો એકાંતભેદ સ્વીકારવામાં આવે=જેમ મતિજ્ઞાનનો અને કેવલજ્ઞાનનો ભેદ છે તેમ કેવલદર્શનનો અને કેવલજ્ઞાનનો ભેદ છે એ પ્રમાણે સ્વીકારવામાં આવે, તો અભાવની પ્રાપ્તિ થાય. તે આ રીતે –
મતિજ્ઞાનમાં ઘટવિષયક બોધ કરવા માટેનો અખંડ એક ઉપયોગ છે તે સંગત થાય નહીં અર્થાત્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org