SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૦-૨૧ ૮૭ શાસ્ત્રમાં ચક્ષુ, અચકું, અવધિ અને કેવલના દર્શનવિકલ્પો છે એ રૂપ સૂત્રયુક્તિનો વિરોધ છે. માટે કેવલ ઉપયોગનું દ્રવ્યના અને પર્યાયના પરિચ્છેદકરૂપ સ્વભાવપણું છે, તેથી કેવલનું ઉપયોગરૂપ એકપણું હોવા છતાં પણ દર્શનરૂપે અને જ્ઞાનરૂપે પૃથફ વ્યપદેશ છે. આનાથી એ ફલિત થયું કે કેવલજ્ઞાન એકરૂપથી અનુવિદ્ધ અનેકરૂપતાવાળું છે અર્થાત્ દ્રવ્યને અને પર્યાયને વિષય કરનાર હોવાથી જ્ઞાનરૂપ અને દર્શનરૂપ અનેકરૂપતાવાળું છે; માત્ર એકરૂપ નથી, પરંતુ કથંચિત્ એકરૂપ છે અને કથંચિત્ અનેકરૂપ છે. ફક્ત ગાથા-૧૭માં કહ્યું એ પ્રમાણે અક્રમઉપયોગક્રયાત્મક એક છે તેમ કહેવાથી કેવલજ્ઞાનના એકપણાની પ્રધાનતા થઈ. અક્રમઉપયોગદ્વય ગૌણરૂપે પ્રાપ્ત થયા અને પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે કેવલનું એકરૂપ અનુવિદ્ધ અનેકરૂપતા કહેવાથી એકરૂપની ગૌણરૂપે પ્રાપ્તિ થઈ અને અનેકરૂપતાની પ્રધાનરૂપે પ્રાપ્તિ થઈ. તેથી સ્યાદાદીના મતાનુસાર એક દૃષ્ટિને પ્રધાન કરાય છે ત્યારે અન્ય દૃષ્ટિ ગૌણ બને છે અને અન્ય દૃષ્ટિ પ્રધાન કરાય છે ત્યારે પૂર્વની દષ્ટિ ગૌણ બને છે તે રીતે કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ગૌણ-પ્રધાનભાવથી એક-અનેકરૂપતા છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. II૨/૨૦I અવતરણિકા - एतदेव दृष्टान्तद्वारेणाह - અવતરણિકાર્ય - આને જ ગાથા-૨૦માં સ્થાપન કર્યું કે કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં કથંચિત્ એકરૂપથી અનુવિદ્ધ અનેકરૂપતા છે એને જ, દષ્ટાંત દ્વારા કહે છે – ગાથા : दंसणमोग्गहमेत्तं 'घडो'त्ति णिव्वण्णणा हवइ णाणं । जह एत्थ केवलाण वि विसेसणं एत्तियं चेव ।।२/२१।। છાયા : दर्शनमवग्रहमानं 'घट' इति निवर्णना भवति ज्ञानम् । यथाऽत्र केवलयोरपि विशेषणमेतावच्चैव ।।२/२१।। અન્વયાર્ચ - નરં=જે પ્રમાણે, ત્ય=અહીં મતિજ્ઞાનમાં, ગોદમેત્ત વંસVi=અવગ્રહમાત્ર દર્શન છે, “ઘ'ત્તિ='ઘટ' એ પ્રમાણે, ળિavUTUIT Tvi દવડ્ડનિશ્ચયથી વર્ણના જ્ઞાન છે, વેવના વિક(તે પ્રમાણે) કેવળજ્ઞાનમાં અને કેવળદર્શનમાં પણ. ત્તાં ચેવ=આટલા માત્રથી જ, વિલેપ વિશેષ છે=ભેદ છે. પર/૨૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy