SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત-રહસ્ય (૧) આદિપદ અને અંત્યપદને સરવાળે કરે. સરવાળે કરવા માટે જે સંખ્યાઓની સ્થાપના કરી હોય તેમાંની પહેલી સંખ્યાને આદિપદ સમજવું અને છેલ્લી સંખ્યાને અંત્યપદ સમજવું. (૨) આ રીતે જે સંખ્યા પ્રાપ્ત થાય તેને ગ૭થી ગુણવી. ગચ્છ એટલે સરવાળા માટેની કુલ સંખ્યાઓ. (૩) તેનું જે પરિણામ આવે તેને ૨ થી ભાગવું. (૪) જે ભાગ આવે તેની બરાબર સંખ્યાઓને સરવાળે સમજે. પ્રાચીન ગણિતમાં આવા સરવાળાને સંવર્ધન કહેવામાં આવ્યું છે. હવે આ રીત અજમાવી જોઈએ, એટલે તેની અસરકારકતા ધ્યાનમાં આવશે. દાખલા (૧) ૧ થી ૯ સુધીના અંકોને સરવાળે શું? આ સમફરક સંખ્યાને જ દાખલે છે, કારણ કે બધા અંકે વચ્ચે એકસરખું ૧ નું અંતર છે. અહીં ૧ એ આદિપદ છે અને હું એ અંત્યપદ છે, તે બંનેને સરવાળે કરતાં ૧૦ ની સંખ્યા આવે છે. અહીં કુલ નવ રકમેને સરવાળે કરવાનો છે, એટલે ગચ્છની સંખ્યા ૯ છે. તેથી ૧૦ ને ૯ થી ગુણવા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy